ગુજરાતના કયા જિલ્લાઓમાં વધ્યો ચાંદીપુરમનો ખતરો? 8 બાળકોના મોત, જાણો શું છે લક્ષણો?

ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ આ વાયરસ ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આ વાયરસના કેસ નોંધાયા છે. જિલ્લાના બે બાળકો વાયરસના લક્ષણો મળ્યા બાદ ગુજરાતમાં સારવાર હેઠળ હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ વાયરસ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં વધ્યો ચાંદીપુરમનો ખતરો? 8 બાળકોના મોત, જાણો શું છે લક્ષણો?

Chandipuram Virus: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે એક નવા વાયરસનો કહેર વર્તાય રહ્યો છે. ચિંતાની વાત એ છે કે અત્યાર સુધીમાં રાજ્યના 7 જિલ્લાઓમાં આ ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અને 8 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. આ ખતરનાક વાયરસનું નામ ચાંદીપુરા છે. જે બાળકોને પોતાના શિકાર બનાવે છે અને બાળકોના મગજ પર અસર કરે છે. શું છે આ ચાંદીપુરા વાયરસ અને તંત્ર દ્વારા શું કરવામાં આવી રહી છે આ વાયરસ વિરુદ્ધની કામગીરી. 

  • ગુજરાત સહિત દેશમાં નવા વાયરસનો ખતરો
  • નાના બાળકો આવી રહ્યા છે વાયરસના ચપેટમાં
  • ઘાતક રીતે વકરી રહ્યો છે ચાંદીપુરા વાયરસ

દેશમાં ચાંદીપુરા વાયરસે દસ્તક આપી છે. ગુજરાતમાં આ વાયરસને કારણે બાળકોના મોત થયા છે. ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ આ વાયરસ ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આ વાયરસના કેસ નોંધાયા છે. જિલ્લાના બે બાળકો વાયરસના લક્ષણો મળ્યા બાદ ગુજરાતમાં સારવાર હેઠળ હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ વાયરસ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 15 જેટલા કેસ નોંધાઈ ચૂકયા છે. જિલ્લા પ્રમાણે આ ચાંદીપુરા વાયરસના કેસની વાત કરીએ તો સાબરકાંઠામાં 4 કેસ નોંધાયા હતા જેમાંથી 2નાં મોત નીપજ્યા છે. આ સિવાય અરવલ્લીમાં 3 કેસ નોંધાયા જેમાં તમામ ત્રણના મોત નીપજ્યા છે. મહીસાગર જિલ્લામાં 1 કેસ નોંધાયો જેમાં તેનું મોત નીપજ્યું છે. આ સિવાય મહેસાણા, ખેડા, અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં પણ 1 કેસ નોંધાયો છે એટલે કે, ચાંદીપુરા વાયરસના કુલ 15 કેસ નોંધાયા છે જ્યારે 8નાં મોત નીપજ્યા છે.

ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. પંચમહાલમાં મંગળવારે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો.. જેમાં ગોધરા નજીકના ગામની 4 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાયા હતા.. બાળકીની તબિયત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચિંતાની વાત એ છેકે, આ વાયરસ બાળકોને જ ટાર્ગેટ કરીને બીમાર પાડે છે.. અત્યાર સુધીમાં સૌથી વધુ વાયરસની ચપેટમાં બાળકો જ આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ એક એવો ખતરનાક વાઇરસ છે જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે. જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂનાં લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતાં બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાઇરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. 

પહેલીવાર 1965માં આ વાઇરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાઈરસ 14 વર્ષ કરતાં નાનાં બાળકોને પોતાનો શિકાર બનાવે છે. આ વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓને કારણે ફેલાય છે.. સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે, પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાયરસ ફેલાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news