શક્તિપીઠ બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય; જાણો ચૈત્રી નવરાત્રી ક્યારથી ઉજવાશે? જાહેર કર્યો કાર્યક્રમ

પરંપરાગત ભાતીગળ મેળો 14 એપ્રિલથી 16 એપ્રિલ યોજાશે. તમને જણાવી દઈએ કે કોરોનાકાળ દરમિયાન બે વર્ષ માતાજીની પાલખી તેમજ મેળો બંધ રહ્યો હતો. કોરોનાનું સંક્રમણ નહિવત થતા ચૈત્રી ઉત્સવના આયોજનથી ભક્તોમાં ખુશી વ્યાપી ગઈ છે.

શક્તિપીઠ બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય; જાણો ચૈત્રી નવરાત્રી ક્યારથી ઉજવાશે? જાહેર કર્યો કાર્યક્રમ

ઝી ન્યૂઝ/મહેસાણા: જિલ્લામાં આવેલ શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવ ઉજવાશે. યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 1 એપ્રિલથી 10 એપ્રિલ ચૈત્રી નવરાત્રી ઉજવાશે. 2જી એપ્રિલ ઘટસ્થાપન અને 7 એપ્રિલ શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે. પરંપરાગત ભાતીગળ મેળો 14 એપ્રિલથી 16 એપ્રિલ યોજાશે. તમને જણાવી દઈએ કે કોરોનાકાળ દરમિયાન બે વર્ષ માતાજીની પાલખી તેમજ મેળો બંધ રહ્યો હતો. કોરોનાનું સંક્રમણ નહિવત થતા ચૈત્રી ઉત્સવના આયોજનથી ભક્તોમાં ખુશી વ્યાપી ગઈ છે.

શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવનો કાર્યક્રમ
- 01 એપ્રિલ શુક્રવાર, ફાગણ વદ અમાસના રોજ મંદિર પ્રક્ષાલન વિધી બપોરે 12-00 કલાકે થશે. 
- 02 એપ્રિલના રોજ સવારે 07-30 કલાકે ઘટસ્થાપન વિધી થશે.
- શતચંડી યજ્ઞનો પ્રારંભ 07 એપ્રિલ અને ચૈત્ર સુદ છઠના રોજ સવારે 10-30 કલાકે થશે. 
- શતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ આઠમ એટલે કે 09 એપ્રિલની સાંજે 05 કલાકે થશે.
- માતાજીની આઠમની પાલખી 09 એપ્રિલને શનિવારના રોજ રાત્રે 09-30 કલાકે થશે. 
- માતાજીના આઠમનું પલ્લી ખંડ નૈવૈધ ચૈત્ર સુદ આઠમ અને શનિવારની તારીખ 09 એપ્રિલના રોજ રાત્રે 12 કલાકે યોજાશે.
- જ્વારા ઉત્થાપન વિધી 11 એપ્રિલની સવારે 07-30 કલાકે થશે.
- પૂનમની પાલખી ચૈત્ર સુદ પૂનમને શનિવારના રોજ 16 એપ્રિલના રોજ રાત્રે 09-30 વાગ્યે નીજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે.
- ચૈત્રી પૂનમનો પરંપરાગત લોકમેળો 14 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ધાર્મિક ગ્રંથો અનુસાર, ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે, જે નવમી તિથિ સુધી ચાલે છે. આ વખતે ચૈત્રી નવરાત્રિ 1 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલશે. આ 9 દિવસો દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી (ચૈત્ર નવરાત્રી 2022) ના 9 દિવસોમાં, ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરે છે અને અન્ય રીતે પણ માતાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘાટ એટલે કે કલશની સ્થાપના કરવામાં આવે છે, સાથે જવારા પણ વાવવામાં આવે છે. આ પછી જ નવરાત્રિ ઉત્સવ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે. જાણો ઘાટની સ્થાપનાની પદ્ધતિ અને શુભ સમય વિશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news