સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી, રૂ.12,020.32 કરોડ કર્યા મંજૂર

આ પ્રોજેક્ટમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની 50-50 ટકા ભાગીદારી રહેશે, પ્રથમ તબક્કે બે કોરિડોરનું કરાશે નિર્માણ

સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી, રૂ.12,020.32 કરોડ કર્યા મંજૂર

તેજશ મોદી/ સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા સુરત શહેરના મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 50-50 ટકા ભાગીદારીમાં શરૂ થરનારા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે બે કોરિડોરનું નિર્માણ કરાશે. 

સુરત શહેર ભારતનું સૌથી તેજ ગતિએ વિકસતું શહેર છે. શહેરના વધતા જતા વિસ્તાર, વસતી અને વાહનોને ધ્યાનમાં રાખીને હવે શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવાયો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.12,020.32 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. 
 
અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટનું કામકાજ સંભાળતી ગુજરાત સરકારનું સાહસ 'ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન' સુરત શહેરનો મેટ્રો પ્રોજેક્ટ તૈયાર કરશે અને તેને અમલમાં મુકશે. પ્રાથમિક તબક્કે 40.35 કિમીના બે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. 

કોરિડોર-1 

  • સરથાણાથી ડ્રિમસિટીઃ 21.61 કિમી
  • 20 સ્ટેશનઃ 14 એલિવેટેડ અને 6 અન્ડરગ્રાઉન્ડ

કોરિડોર-2

  • ભેંસાણથી સરોલીઃ 18.74 કિમી
  • 18 સ્ટેશનઃ તમામ એલિવેટેડ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં પણ મેટ્રો ટ્રેનનું કામકાજ ધમધોકાર ચાલી રહ્યું છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરના વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિમીના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ફેઝની મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news