પાટણના ખેડૂતોને ગાજર ખેતીએ કર્યા માલામાલ, કરી રહ્યા છે 'લાલ ચટ્ટાક કમાણી'
પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને કમોસમી માવઠું થવા પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. તો બીજી તરફ પાટણ પંથકમાં ખેડૂતોએ લાલ ચટક ગાજરનું વાવેતર કરી ઓછી જમીનમાં વધુ પાક મેળવી સારો ભાવ મેળવી રહ્યા છે. તો સાથે પાટણના મીઠા અને લાલ ચાટક ગાજર ગુજરાત સહિત બીજા મોટા શહેરોમાં પણ તેનું વેચાણ કરી સારી કમાણી કરી રહ્યા છે.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને કમોસમી માવઠું થવા પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. તો બીજી તરફ પાટણ પંથકમાં ખેડૂતોએ લાલ ચટક ગાજરનું વાવેતર કરી ઓછી જમીનમાં વધુ પાક મેળવી સારો ભાવ મેળવી રહ્યા છે. તો સાથે પાટણના મીઠા અને લાલ ચાટક ગાજર ગુજરાત સહિત બીજા મોટા શહેરોમાં પણ તેનું વેચાણ કરી સારી કમાણી કરી રહ્યા છે. તો પાટણના ગાજર માત્ર ગુજરાતમાં જ નહીં પણ મહારાષ્ટ્ર સુધી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
પાટણ જિલ્લામાં ચોમાસુ લંબાતા અને ત્યારબાદ કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે પાટણ પંથકમાં થતા ગાજર ખેતી પણ ખુબજ લેટ થવા પામી હતી. પરંતુ મોડે મોડે પણ ખેડૂતો એ જે ગાજરનું વાવેતર કર્યું છે. તેમાં ઉત્પાદન સારું અને ભાવ પણ સારા મળતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. પાટણના ગાજર ગુજરાતમાં જ નહીં પરંતુ મુંબઇ અને અન્ય રાજ્યોમાં પણ નિકાસ થતા પાટણ શહેર અને આજુબાજુના ગામડાઓના ખેડૂતો ગાજરનું મોટું વાવેતર કર્યું છે અને તૈયાર થયેલ માલ પાટણ શાકમાર્કેટમાં વેચાણ અર્થે લાવી રહ્યા છે.
વેપારી મનોજ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ચોમાસુ લાંબા સમય સુધી યથાવત રહેતા પાટણ પંથકમાં ખેડૂતો એ ગાજરનું વાવેતર લેટ કર્યું છે. જેથી પાક તૈયાર થવામાં પણ લેટ થયું છે પણ ગત વર્ષે ની જેમ ચાલુ વર્ષે પણ ગાજરના ભાવ સારા મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
પાટણ શાક માર્કેટમાં ગાજરની મોટા પ્રમાણમાં આવકની સાથે ભાવ પણ મણના રૂ.400 થી 500 સુધીના શરૂઆતમાં ઉચકવા પામ્યા હતા. પરંતુ ત્યારબાદ રૂ.100 થી 150 સુધીના થઇ જવા પામ્યા છે. તેમછતાં ગાજરનું ઉત્પાદન વધુ થયું હોવાને કારણે ખેડૂતોને તે પોસાય તેમ હોવાનું પણ જણાવી રહ્યા છે.
પાટણ ઉપરાંત આસપાસના રૂની રામનગર, ગોલાપુર, વામૈયા, રાજપુર માડોત્રી અને હાસાંપુરા સહિતના ગામોમાં ગાજરનું 650 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. ત્યારે પાક ઉત્પાદન પણ સારું મળતાં અને તેની સામે ભાવ પણ સારા મળવા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે