આ ગુજરાત છે બધું જ શક્ય છે! મહેસાણામાં પાકિસ્તાની પરિવારના નીકળ્યા આયુષ્માન કાર્ડ

સરકારી તંત્રની પોલ ફરી એક વાર છતી થઈ છે, કેમ કે આ પાકિસ્તાની નાગરિક છે પરંતુ તેમને હાલમાં પાકિસ્તાનમાં કનડગતના પગલે તેઓ અહી શરણાર્થી તરીકે વસે છે. છૂટક મજૂરી કરીને આ ઠાકોર પરિવાર લાખવડ ગામના સહકાર નગરમાં રહે છે.

આ ગુજરાત છે બધું જ શક્ય છે! મહેસાણામાં પાકિસ્તાની પરિવારના નીકળ્યા આયુષ્માન કાર્ડ

તેજસ દવે/મહેસાણા: જિલ્લા તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે. વર્ષોથી મહેસાણામાં રેફ્યુજી બનીને રહેતા પાકિસ્તાન પરિવારને ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો સહિત આરોગ્ય તબીબી સેવાના કાર્ડ, આયુષમાન કાર્ડ, પાકિસ્તાની નાગરિકના પરિવારને આપવામાં આવ્યું છે. જાણીને નવાઈ લાગશે!! પરંતુ આવું જ કંઈક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. 

સરકારી તંત્રની પોલ ફરી એક વાર છતી થઈ છે, કેમ કે આ પાકિસ્તાની નાગરિક છે પરંતુ તેમને હાલમાં પાકિસ્તાનમાં કનડગતના પગલે તેઓ અહી શરણાર્થી તરીકે વસે છે. છૂટક મજૂરી કરીને આ ઠાકોર પરિવાર લાખવડ ગામના સહકાર નગરમાં રહે છે. આમ તો આયુષ્યમાન કાર્ડ કઢાવું હોય તો સરકારી તંત્ર સામન્ય પરિવારને ધકકા ખવડાવી નાખે છે, જ્યારે પાકિસ્તાની નાગરિકના પરિવારને આ કાર્ડ ઈશ્યુ થઈ જતાં તંત્ર હાલમાં હરકત માં આવ્યું છે. રેશનિંગ કાર્ડ અને આધારકાર્ડને આધારે મહેસાણા નજીક લાખવડમાં છેલ્લા પાંચ વર્ષથી રહેતા ચાર પાકિસ્તાની નાગરિકના આયુષ્માન કાર્ડ નીકળ્યા હોવાની જાણને પગલે તાલુકા અને જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને તપાસનો દોર શરૂ થયો છે. 

પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ લોન્ગ ટર્મ એલટીવી વિઝાને આધારે છેલ્લા પાંચ વર્ષથી લાખવડ સહિત કુક્સ ગામ ખાતે રહેતા અને હાલ સહકાર નગરમાં રહેતા ઠાકોર ધરમાભાઈ નાથુભાઈ અને તેમના પરિવારના ત્રણ સભ્યોના મળી કુલ ચારના આયુષ્માન કાર્ડ તંત્રની ભૂલ કહો કે બેદરકારીને પગલે નીકળી જતાં આરોગ્ય તંત્ર અચાનક જ હરકતમાં આવ્યું હતું. 

તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુહાગ શ્રીમાળીએ હાલમાં તપાસમાં ગયા હતા અને ત્યાં જાણવા મળ્યું કે તે રેફ્યુઝી હોવા છતાં તેમની પાસે આ કાર્ડ છે જેથી તેમણે આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર પાઠવી આ કાર્ડ નિયમો અનુસાર નીકળી શકે કે કેમ તેની વધુ તપાસ જરૂરી હોવાથી જિલ્લા કક્ષાએ નોડલ ઓફિસર દ્વારા વધુ તપાસની માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બે વર્ષ પૂર્વે 2022માં મહેસાણા નજીક સાંઈનાથ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના છ સભ્યો દ્વારા ફોર્મ 6 ભરીને ચૂંટણી કાર્ડ પણ કઢાવી દીધા હતા અને તે મામલે આખરે એ ડિવિઝન પોલીસ મથકમાં છ સભ્યો સામે ફરિયાદ નોંધાઈ હતી.  રેશનિંગ કાર્ડ, આવકના દાખલ અને આધારકાર્ડને આધારે આયુષ્માન કાર્ડ નીકળતું હોય છે જ્યારે આ પાકિસ્તાની નાગરિક છે અને અહી રેફ્યુજી બનીને રહે છે પરંતુ કોણે કાર્ડ કાઢ્યું અને કોણે આવકનો દાખલો બનાવી આપ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. 

કોણે આ કાર્ડ કાઢ્યા છે તેની રાજ્ય કક્ષાએથી જાણકારી માંગવામાં આવી રહી છે, જ્યારે આ સમગ્ર મામલે એવી માહિતી પણ મળી છે કે તેમના પરિવારે આ કાર્ડનો ઉપયોગ પણ કર્યો છે. જ્યારે સવાલ એ થાય છે કે આ સમગ્ર મામલે જવાબદાર કોણ છે? તંત્ર કે પછી વચેટિયા રાજ? કે પછી આ પરિવારની બલિહારી જે સમગ્ર મામલે હાલમાં તો સવાલો સાથે વધુ તપાસ તેજ બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news