BIG BREAKING: અમદાવાદ-ભાવનગરના શોર્ટ રૂટ બંધ કરવાનું જાહેરનામું રદ, શક્તિસિંહનો ગજ વાગ્યો!
મોડી સાંજે માર્ગ બંધ કરવાનું જાહેરનામું રદ્દ કરી નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હવે કલેક્ટરના નવા જાહેરનામા પ્રમાણે, ભાવનગરથી અમદાવાદ જવા માયે વાયા વલ્લભીપુર રોડ ચાલુ રહેશે. ત્યારે 12 ડિસેમ્બર સુધી વાહનો માટે ડાયવર્ઝન રહેશે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: અમદાવાદથી ભાવનગર ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતો માર્ગ છે. ત્યારે આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે, આ સમાચાર વાયુવેગે રાજ્યભરમાં પ્રસર્યા બાદ ભારે ચર્ચાઓ જાગી હતી. ત્યારબાદ કલેક્ટર દ્વારા મોડી સાંજે આ નિર્ણયને ફેરબદલ કરવામાં આવ્યો છે.
મોડી સાંજે માર્ગ બંધ કરવાનું જાહેરનામું રદ્દ કરી નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હવે કલેક્ટરના નવા જાહેરનામા પ્રમાણે, ભાવનગરથી અમદાવાદ જવા માયે વાયા વલ્લભીપુર રોડ ચાલુ રહેશે. ત્યારે 12 ડિસેમ્બર સુધી વાહનો માટે ડાયવર્ઝન રહેશે.
આજે સવારે આ સમાચાર સામે આવ્યા બાદ રાજ્યસભાનાં સાંસદ શક્તિસિંહે સખત વાંધો ઉઠાવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારે જે નિર્ણય કર્યો છે. તેમાં ફેરવિચારણા કરે. અગાઉ બ્રિજની કામગીરીને લઈને રસ્તો 9 મહિના સુધી બંધ કરાયો છે. ત્યારે 80 કિલોમીટર સુધીના લાંબા ડાયવર્ઝનનો નિર્ણય કોના લાભ માટે લેવાયો છે.
સરકારે કોન્ટ્રાક્ટરનું નહીં નાગરિકોને થતી સમસ્યાનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ રસ્તાની સમાંતર આવતા ગામોમાંથી ડાયવર્ઝન આપવા જોઈએ. ત્યારબાદ કલેક્ટરે મોડી સાંજે માર્ગ બંધ કરવાનું જાહેરનામું રદ્દ કરી નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે