સોમવારથી ખુલશે કેમ્પ હનુમાન મંદિર, જો કે ખાસ નિયમોનું કરવામાં આવશે પાલન

કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં શહેરનું સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર બંધ થયા બાદ હવે તેમાં ભક્તોના દર્શન માટે પ્રવેશને લઇને હાલ વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે હવે ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી સોમવારથી હનુમાન મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળશે.સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ભક્તો દાદાના દર્શન કરી શકશે.
સોમવારથી ખુલશે કેમ્પ હનુમાન મંદિર, જો કે ખાસ નિયમોનું કરવામાં આવશે પાલન

અમદાવાદ : કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં શહેરનું સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર બંધ થયા બાદ હવે તેમાં ભક્તોના દર્શન માટે પ્રવેશને લઇને હાલ વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે હવે ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી સોમવારથી હનુમાન મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળશે.સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ભક્તો દાદાના દર્શન કરી શકશે.

સોમવારથી કોવિડ ગાઇડલાઇન અનુસાર મંદિર ભક્તો માટે ખોલવામં આવશે. ઉલ્લેખનીય છે કે, મંદિર કેમ્પસમાં એખ જ સમયે માત્ર 200 લોકો પ્રવેશી શકશે. જેમાં ટ્રસ્ટી તરફથી અને આર્મી તરફથી સહમતી મળી ગઇ છે. મંદિર ટ્રસ્ટના સીઇઓ દેવેન્દ્ર જાનીએ જણાવ્યું કે, આજની મીટિંગમાં આર્મી અને પોલીસ તરફથી મંજુરી મળી ચુકી છે. આગામી સોમવારથી મંદિર ફરી ખોલવામાં આવશે. 

સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. સાથે જ દર્શન કરવા માટે આવતા ભક્તોએ કોરોના ગાઇડ લાઇન્સનું સંપુર્ણ પાલન કરવામાં આવશે. દર્શને આવનારને મોબાઇલ અને આઇડી સિવાય કઇ પણ પોતાની વસ્તુ સાથે લઇ જવા દેવાશે નહી. પ્રસાદી કે ફુલની સંપુર્ણ મનાઇ છે. કેમ્પસમાં એક સાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news