LRD - PSI ની ભરતીની તૈયારી કરતા ઉમેદવાર ખાસ વાંચજો, આ તારીખથી ડાઉનલોડ થશે કોલલેટર

ડિસેમ્બરની ત્રીજી તારીખથી PSI અને LRDની શારિરીક કસોટીનો પ્રારંભ થશે. ત્યારે 26 નવેમ્બરથી કૉલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થશે. રાજ્યમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે.

LRD - PSI ની ભરતીની તૈયારી કરતા ઉમેદવાર ખાસ વાંચજો, આ તારીખથી ડાઉનલોડ થશે કોલલેટર

બ્રિજેશ દોશી/ ગાંધીનગર: LRD અને PSI ભરતી અંગે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. શારીરિક પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્રણ ડિસેમ્બરથી PSI અને LRDની શારિરીક કસોટીનો પ્રારંભ થશે. ત્યારે 26 નવેમ્બરથી કૉલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થશે. રાજ્યમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે. ત્યારે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે.  એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200થી 1500 ઉમેદવારોની શારીરિક પરિક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. પરંતુ રવિવારના દિવસે શારીરિક પરીક્ષા લેવામાં નહી આવે.

PSI અને LRD ભરતીની તૈયારી કરતા ઉમેદવાર 26 નવેમ્બરથી ઓજસ વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક કેડરની અને PSIની 1 હજાર 382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. 

અત્રે નોંધનીય છે કે LRD ભરતી માટે તૈયારી કરતા 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો છે. લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને PSIના 50 માર્ક છે. જ્યારે લોકરક્ષકમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news