કૌભાંડ: CA ફર્મના 2 ઓડિટરની ધરપકડ, ફર્મ માલિક પિતા પુત્ર ફરાર થતા નોટિસ જાહેર

એન્ટી કરપ્સન બ્યુરો દ્વારા ખેત તલાવડી કૌંભાંડમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ખેત તલાવડી કૌભાંડમાં અત્યાર સુધી ૧૦૦થી વધુ આરોપીઓની સંડોવણી સામે આવી છે. જ્યારે કેટલાક આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. 
કૌભાંડ: CA ફર્મના 2 ઓડિટરની ધરપકડ, ફર્મ માલિક પિતા પુત્ર ફરાર થતા નોટિસ જાહેર

મૌલિક ધામેચા, અમદાવાદ: એન્ટી કરપ્સન બ્યુરો દ્વારા ખેત તલાવડી કૌંભાંડમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ખેત તલાવડી કૌભાંડમાં અત્યાર સુધી ૧૦૦થી વધુ આરોપીઓની સંડોવણી સામે આવી છે. જ્યારે કેટલાક આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. 

હાલમાં ACB ખેત તલાવડી કૌભાંડની તપાસ કરતા ઓડિટ કરતી CA ફર્મ પીપારા એન્ડ કંપનીની ગેરરીતિ સામે આવી છે. જોકે CA ફર્મના માલિક દ્વારા ઓડિટ વિશે કામગીરીમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. જેથી ફોજદારી રાહે પગલાં ભરવા ACBએ મંજૂરી માંગી હતી.

જે સંદર્ભે ACB ની ટીમે સરકારી ઓડિટર અને FSLની ટીમ સાથે રેડ કરી હતી. જો કે પિપારા એન્ડ કંપની માંથી સંખ્યાબંધ પુરાવા અને કમ્પ્યુટર કંબજે કર્યા હતા.તે દરમ્યાન પીપારા કંપની માં CA તરીકે કામ કરતા ભૌમિક ગાંધી અને મિતેષ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પકડાયેલા બંને વ્યક્તિઓ ઓડિટર તરીકે CA ફર્મ માં કામગીરી કરતા હતા. અને અત્યાર સુધીના ACBમાં નોંધાયેલા ખેત તલાવડી કૌંભાંડ ના ૨૩ ગુનાઓ માં સંડોવણી સામે આવી છે.જ્યારે ફર્મ નાં માલિક પિતા-પુત્ર નમન પિપારાં અને જ્ઞાનચંદ પિપારા વિરુદ્ધ ACB એ LOC નોટિસ જાહેર કરી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news