રાજ્યમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાની 32 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, તારીખો થઈ જાહેર

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં બે મહાનગર પાલિકાની ત્રણ અને 18 નગરપાલિકાની 29 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. 

રાજ્યમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાની 32 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, તારીખો થઈ જાહેર

ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વધુ એક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી જગ્યાઓ માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં 2 મહાનગર પાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેની આદર્શ આચારસંહિતાનો અમલ આજથી થઈ ગયો છે. 

રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યો કાર્યક્રમ
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 10 જુલાઈએ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. તો જાહેરનામુ પ્રસિદ્ધ થવાની તારીખ 17 જુલાઈ છે. જ્યારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 જુલાઈ છે. રાજ્યમાં 6 ઓગસ્ટે આ ખાલી પડેલી બેઠકો પર મતદાન યોજાશે. ત્યારબાદ 8 ઓગસ્ટે મત ગણતરી હાથ ધરવામાં આવશે. 

No description available.

No description available.

ક્યા યોજાશે ચૂંટણી
ગુજરાતમાં સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 20ની એક બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે રાજકોટ મહાનગર પાલિકાના બોર્ડ નંબર-15ની બે સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ સિવાય મહુવા, પાલીતાણા, જંબુસર, આમોદ, રાજપીપળા, ડીસા, પાલનપુર, ધ્રાંગધ્રા, બારેજા, મોડાસા, આણંદ, પોરબંદર-છાયા, સિદ્ધપુર, ઊઝા, મુંદ્રા-બારોઈ, તાલાલા અને ગોધરા નગરપાલિકાની ખાલી પટેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news