પેટાચૂંટણી 2020: લાંબા મનોમંથન બાદ કોંગ્રેસે પાંચ બેઠકો પર મજબુત કરતા વફાદારોને આપી ટિકિટ
ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસી ઉમેદવારોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાતા ત્યાં ખાલી પડેલી જગ્યાઓ પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારોનાં નામ જાહેર કરવા કોંગ્રેસ માટે મોટો પડકાર હતો. અનેક બેઠકો અને કલાકો સુધી ચાલેલા મંથન બાદ આખરે કોંગ્રેસ દ્વારા પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીમાં સતત બીજા દિવસે પણ કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું.
Trending Photos
હિતેન વિઠ્ઠલાણી/ગૌરવ પટેલ/ અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને ધ્યાને રાખીને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસી ઉમેદવારોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાતા ત્યાં ખાલી પડેલી જગ્યાઓ પર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારોનાં નામ જાહેર કરવા કોંગ્રેસ માટે મોટો પડકાર હતો. અનેક બેઠકો અને કલાકો સુધી ચાલેલા મંથન બાદ આખરે કોંગ્રેસ દ્વારા પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીમાં સતત બીજા દિવસે પણ કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા ધારી, કરજણ, મોરબી, અબડાસા, ગઢડા પર નામોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ નામો નક્કી કરવા માટે કોંગ્રેસ દ્વારા લાંબુ મંથન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા મોડી સાંજે પાંચ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જો કે ત્રણ બેઠકો પણ હજી પણ કોકડું ગુંચવાયેલું રહ્યું છે. લીંબડી, કપરાડા અને ડાંગ બેઠક પર હજી સુધી ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ બેઠકો પરણ જાતીય સમીકરણ અને એક કરતા વધારે પ્રબળ દાવેદાર હોવાના કારણે અહીં નામ પર હજી સુધી કોંગ્રેસ ચોક્કસ પરિણામ સુધી પહોંચી શકી નથી.
કોંગ્રેસ દ્વારા પાંચ બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી...
- અબડાસા બેઠક પરથી ડોક્ટર શાંતિલાલ મેઘજીભાઇ સંઘાણી
- મોરબી બેઠક પરથી જયંતીલાલ જયરાજભાઇ પટેલ
- ધારી બેઠક પરથી સુરેશ કોટડીયા
- ગઢડા (એસ.સી બેઠક) પરથી મોહનભાઇ સોલંકી
- કરણજણ બેઠક પરથી કિરિટ સિંહ જાડેજા ના નામની જાહેરાત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે