બનાસકાંઠા: ડમ્પર ચાલકે લક્ઝરી બસને અડફેટે લીધી, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત, 12 લોકો ઘાયલ

ધાનેરાના સામારવાડા પાસે મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક લક્ઝરી બસને ટમ્પર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું તથા 12 લોકો ઘાયલ થયાં. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. 

બનાસકાંઠા: ડમ્પર ચાલકે લક્ઝરી બસને અડફેટે લીધી, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત, 12 લોકો ઘાયલ

અલ્કેશ રાવ, બનાસકાંઠા: ધાનેરાના સામારવાડા  પાસે આજે વહેલી સવારે મોટો અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં એક લક્ઝરી બસને ટમ્પર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું તથા 12 લોકો ઘાયલ થયાં. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. 

No photo description available.

મળતી માહિતી મુજબ ધાનેરાના સામરવાડા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી બાડમેર જવા રવાના થયેલી એક લક્ઝરી બસમાં આશરે 60થી વધુ પેસેન્જરો હતાં. આ લક્ઝરી બસને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને બસમાં બેઠેલા લોકોમાંથી 12 લોકો ઘાયલ થયા. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. 

લક્ઝરી બસના ચાલકને ત્રણ કલાકની ભારે જહેમત બાદ જીવિત કેબિનમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્રણ 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાં અને લોકોને બસમાંથી રેસ્ક્યુ કર્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news