RERA Rules: મકાનનું પઝેશન મળ્યાના 5 વર્ષ સુધી બિલ્ડરની જ જવાબદારી, તમે કરી શકો છો ફરિયાદ

RERA ACT: રેરાના સેક્શન 14 (3) મુજબ બિલ્ડીંગમાં કોઈ પણ સ્ટ્રક્ચરલ ખામી અથવા વર્કમેનશિપની ખામી હોય તો બિલ્ડરે તેને રિપેર કરી આપવી પડે છે. મકાનનું પઝેશન મળ્યાથી 5 વર્ષ સુધી બિલ્ડરની જવાબદારી રહે છે અને તેને હોમ વોરંટી કહેવાય છે. 

RERA Rules: મકાનનું પઝેશન મળ્યાના 5 વર્ષ સુધી બિલ્ડરની જ જવાબદારી, તમે કરી શકો છો ફરિયાદ

Gujrera: અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવો સતત વધી રહ્યાં છે. અમદાવાદમાં 3 બીએચકેનો ભાવ 1 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. અમદાવાદ પૂર્વમાં તો 2 બીએચકે મકાન લેવા જવું હોય તો આંખે પાણી એવી સ્થિતિ છે. તમે અમદાવાદમાં 200 વારનું મકાન લેવા નીકળો તો દરેક સ્કીમ પર તમને 85થી 90 લાખનો ભાવ સામાન્ય જોવા મળે આ સિવાય ઉપરના ખર્ચ તો અલગ... લોકો પોતાના સપનાંના ઘર માટે હોમ લોન લેશે કે કોઈ પ્રોપર્ટી વેચીને ઘર ખરીદે છે પણ કેટલીવાર બિલ્ડરોની ભૂલોને કારણે પ્લેટ કે મકાન માલિકને ભોગવવું પડતું હોય છે. 

પ્રોપર્ટીના ભાવ વધ્યા
હવે મકાન લેવું એ અઘરો ટાસ્ક બનતો જાય છે. જમીનોના ભાવ સાથે મટિરિયલના ભાવ પણ ઉંચકાતાં હવે મકાનોના ભાવો સતત વધી રહ્યાં છે. આ ફક્ત અમદાવાદની જ વાત નથી પણ ગુજરાતના તમામ મેટ્રો શહેરોમાં પ્રોપર્ટીના ભાવ વધ્યા છે. ગુજરાતના પ્રોપર્ટી માર્કેટની તુલના હવે દિલ્હી અને મુંબઈના શહેરો સાથે થઈ રહી છે. અમદાવાદનો સતત વિકાસ થઈ રહ્યો છે. મેટ્રોથી લઈને એસજી હાઈવે, રીંગ રોડ, બીઆરટીએસ, બાગ બગીચા, રિવરફ્રન્ટ, સાયન્સ સીટી જેવી અદભૂત સુવિધાઓને પગલે અમદાવાદ સતત વિકસી રહ્યું છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમે તો અમદાવાદનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. હવે 2035નો ઓલિમ્પિક અમદાવાદમાં યોજાશે તો શહેરના વિકાસને ચાર ચાંદ લાગશે. ગુજરાતના મેગા શહેરોમાં અમદાવાદ સૌથી પ્રગતિ કરતું શહેર હોવાથી સૌથી વધારે બજેટ અહીં ફાળવાય છે. અહીં હવે 25થી 30 માળની બિલ્ડીંગો બનવા લાગી છે. 

જો તમે પણ અમદાવાદ શહેરમાં નવું ઘર કે ફ્લેટ લેવા માગતા હોય તો તેના પહેલાં તમારે બિલ્ડરની સંપુર્ણ માહિતી લેવી જોઇએ. કેટલાક બિલ્ડરો પેમેન્ટ મળ્યા બાદ બાકીની બાબતોને ગૌણ ગણે છે. ઘણા લોકો એ ભ્રમમાં રહે છે કે એકવાર ફ્લેટ કે મકાનનું પઝેશન મળી ગયું બાદમાં બિલ્ડરની જવાબદારી પૂરી થઈ જાય છે તો તમે ખોટા છો. આખી જિંદગીની બચત કરી લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાહકો મકાન ખરીદે છે ત્યારે નાની અમથી સમસ્યા પણ તમને ભારે પડી શકે છે. 

રેરાના સેક્શન 14 (3) મુજબ બિલ્ડીંગમાં કોઈ પણ સ્ટ્રક્ચરલ ખામી અથવા વર્કમેનશિપની ખામી હોય તો બિલ્ડરે તેને રિપેર કરી આપવી પડે છે. મકાનનું પઝેશન મળ્યાથી 5 વર્ષ સુધી બિલ્ડરની જવાબદારી રહે છે અને તેને હોમ વોરંટી કહેવાય છે. નવા બનેલા મકાનોના સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાન માલિકો રેરાના સેક્શન 14 (3) હેઠળ તમે ફરિયાદ કરી શકે છે. 

ભલે બિલ્ડરે દસ્તાવેજમાં પોતાની જવાબદારી ખંખેરી લીધી હોય પણ બિલ્ડીંગના સ્ટ્રક્ચર કે સિવિલ વર્કમાં ખામી આવે તો 5 વર્ષ સુધી તેની જવાબદારી રહે છે. કોઈ પણ બિલ્ડરે 2 વર્ષ સુધી તો નવી સ્કીમની જાળવણીની પણ જવાબદારી લેવી પડે છે. જો તમે પણ નવી સ્કીમમાં મકાન લેવાના હો કે લીધું હોય તો પઝેશન લેવાની ભૂલથી પણ ઉતાવળ ના કરો. બિલ્ડરો જવાબદારી ખંખેરવા માટે પજેશન સોંપવાની ઉતાવળ કરતા હોય છે. જો તમે પણ સોસાયટીના સભ્ય હો તો જ્યાં સુધી સ્કીમની તમામ કામગીરી ઝીરો ના થાય ત્યાં સુધી સોસાયટીનું પઝેશન લેવાની ઉતાવળ ના કરાવો. જો તમારી સોસાયટીના સભ્યો ઉતાવળ કરાવે તો થોભો અને રાહ જુઓની નીતિ રાખવાનું સમજાવો... 

સભ્યોએ પઝેશન લેવામાં ક્યારેય ઉતાવળ ન કરવી
બિલ્ડરો કેટલાક સભ્યો થકી આખી સ્કીમને મેનેજ કરતા હોય છે. જેઓ સોસાયટીના સભ્યોનું બ્રેઈનવોશ કરીને બિલ્ડરને બચાવવાનો પ્રયાસ કરતા હોય છે. બધા જ બિલ્ડરોની સ્કીમમાં સમસ્યા હોય એમ કહેવાનો ઈરાદો નથી પણ કેટલાક બિલ્ડરો સ્કીમ વેચાય એટલે કામ અધૂરા છોડી દેતા હોય છે. એટલે સભ્યોએ પઝેશન લેવામાં ક્યારેય ઉતાવળ ન કરવી... બિલ્ડીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ બિલ્ડરની 5 વર્ષની જવાબદારી હોય છે. જો કોઈ પણ બિલ્ડીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ ખામી સર્જાય તો એના માટે બિલ્ડર સામે રેરામાં ફરિયાદ કરી શકો છો.

ફ્લેટમાં વિલંબ થાય તો કો પ્રમોટર પણ જવાબદાર
જો ફ્લેટમાં વિલંબ થાય તો રિફંડ ચૂકવવા માટે પ્રમોટરની સાથે કો-પ્રમોટર (co-promoter) પણ જવાબદાર છે તેવો મહત્ત્વનો ચુકાદો બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે (Bombay High court) ઠરાવ્યું છે કે 'પ્રમોટર' શબ્દ સહ-પ્રમોટરને આવરી લે છે, પછી ભલે તેને ફ્લેટ ખરીદનારાઓ પાસેથી નાણાં ન મળ્યા હોય અને તે વિલંબ માટે વ્યાજ સાથે રકમ પરત કરવા માટે રિયલ એસ્ટેટ (રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (Rera) હેઠળ સંયુક્ત રીતે જવાબદાર છે. જો પ્રમોટર આ બાબતે હાથ અદ્ધર કરે તો કો પ્રમોટરને તમે અદાલતમાં ઢસેડી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news