વીરપુરમાં પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ! પ્રેમીને ના તો પ્રેમ મળ્યો કે, ના તો પ્રેમિકા, મળી તો જિંદગીભરની જેલ...

પંદરેક વર્ષ પૂર્વે ફરીયાદી ગોવિંદભાઇ વાઘેલા પોતાની પત્ની કંચનબેન સાથે જેતપુરના ભાદરના સામાંકાંઠા વિસ્તારમાં રહેતો ત્યારે આરોપી નારણ કેશુભાઈ ડાલીયા પણ તેમના ઘરની બાજુમાં જ રહેતો હતો. ત્યારથી નારણ કંચનબેન સાથે પ્રેમ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો.

વીરપુરમાં પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ! પ્રેમીને ના તો પ્રેમ મળ્યો કે, ના તો પ્રેમિકા, મળી તો જિંદગીભરની જેલ...

ઝી બ્યુરો/વીરપુર: વિરપુરના જલારામ નગરમાં રહેતી કંચનબેન વાઘેલા નામની પરિણીત મહિલા જેતપુર સ્થિત એક કારખાનામાંથી મજૂરી કામ પૂર્ણ કરી નિત્યક્રમ મુજબ સાંજના સમયે પોતાના ઘરે જલારામ નગર વિસ્તારમાં પરત આવતી હતી. ત્યારે રસ્તામાં એક સુમસામ અવાવરું ખેતર જેવી જગ્યામાં તેણીની કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા મારી હત્યા નિપજાવીને ત્યાંથી નાશી ગયાની વીરપુર પોલીસને જાણ થતાં પોલીસને કાફલો સ્થળ પર પહોંચીને મૃતક કંચનબેનને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખસેડી હતી.

હત્યા અંગે એસસી એસટી સેલના ડીવાયએસપી હિંગોળદાન રત્નુંએ જણાવ્યું હતું કે, પંદરેક વર્ષ પૂર્વે ફરીયાદી ગોવિંદભાઇ વાઘેલા પોતાની પત્ની કંચનબેન સાથે જેતપુરના ભાદરના સામાંકાંઠા વિસ્તારમાં રહેતો ત્યારે આરોપી નારણ કેશુભાઈ ડાલીયા પણ તેમના ઘરની બાજુમાં જ રહેતો હતો. ત્યારથી નારણ કંચનબેન સાથે પ્રેમ સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. 

કંચનબેન પરિવાર સાથે વીરપુર રહેવા આવી ગયા હોવા છતાં પણ નારણે તેણીનો પીછો ન છોડ્યો અને સતત તેની પાછળ પાછળ જતો હતો. જેમાં આજે કંચનબેન જેતપુર એક કારખાનામાંથી મજૂરી કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આરોપી નારણે તેણીનો પીછો કરી રસ્તામાં અવાવરું જગ્યાએ ધારદાર હથિયાર વડે હુમલો કરી તેણીને હાથ, માથા અને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

હત્યાના બનાવની જાણ પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળ પર પહોંચી મૃતકને પીએમ માટે વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી, અને હત્યારાના સગડ મળતા પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી હત્યારો કોઈ વાહનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતો, ત્યાં જ ઝડપી લીધો હતો.

વીરપુર પીએસઆઇ એમ.જે પરમારે આરોપીની ગણતરીની કલાકમાં ઝડપી લઈ મૃતકના પતિ ગોવિંદભાઇ વાઘેલાની ફરિયાદ પરથી આરોપી નારણ સામે હત્યાનો તેમજ એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news