રાજકોટ એમ્સના પ્રમુખ પદેથી ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું; સરકારને એકાએક કેમ થયો મોહભંગ?

રાજકોટમાં બનેલ નવી એઈમ્સમાં ડો.વલ્લભ કથીરિયા ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ 7 દિવસ બાદ કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરિયાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

રાજકોટ એમ્સના પ્રમુખ પદેથી ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું; સરકારને એકાએક કેમ થયો મોહભંગ?

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ એમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર વલ્લભ કથીરિયાએ અચાનક રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. હજુ 7 દિવસ પહેલા જ ડોક્ટર કથીરિયાની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક થઈ હતી. ગણતરીના દિવસોમાં જ ડોક્ટર કથીરિયાનું રાજીનામું થઈ જતા રાજકીય ગલીયારામાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટર કથીરિયાનું રાજીનામું મંજુર કર્યું છે. રાજકોટ એમ્સને હવે નવા પ્રેસિડેન્ટ મળશે. તમને જણાવી દઈએ કે, ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.

No description available.

ડો.વલ્લભ કથીરિયાને મળી મોટી જવાબદારી
હજુ 7 દિવસ પહેલા જ રાજકોટમાં બનેલ નવી એઈમ્સમાં ડો.વલ્લભ કથીરિયા ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ 7 દિવસ બાદ કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરિયાએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

રાજકોટના પૂર્વ સાંસદ છે ડો.વલ્લભ કથીરિયા
ભારત સરકારે રાજકોટના ભૂતપૂર્વ લોકસભા સાંસદ અને કેન્દ્રમાં ભૂતપૂર્વ રાજ્ય મંત્રી ડો. વલ્લભ કથીરિયાની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટની ગવર્નિંગ બોડીના પ્રમુખ તરીકે નિમણૂ કરી છે. રાજકોટમાં નવનિર્માણ થઇ રહેલી એમ્સના પ્રમુખ તરીકે મોદી સરકારે ડો.વલ્લભ કથીરિયાની નિમણૂક કરી છે. તેઓ આવતીકાલે ડાયરેકટરોની હાજરીમાં ચાર્જ લઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news