તલાટીની પરીક્ષામાં મોટો ફેરફાર : આ ઉમેદવારો નહિ આપી શકે સરકારી નોકરીની આ પરીક્ષા
Talati Exam Rule Change : ગુજરાતમાં તલાટી બનવા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત..12 પાસની લાયકાતમાં ફેરફાર કરીને સ્નાતક કરવામાં આવી...નિર્ણયની હજારો સરકારી નોકરી કરવા માંગતા યુવાનો પર થશે અસર...
Trending Photos
Government jobs ગાંધીનગર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષામાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરાયો છે. જે મુજબ, તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે. હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે. પંચાયત સેવા GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. જેથી હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની પરીક્ષા સ્નાતક કક્ષાએ લેવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તેવુ મંડળ દ્વારા જણાવાયું છે.
તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર: સ્નાતક થયેલા ઉમેદવારો જ હવે તલાટી કમ મંત્રીની શકશે, વય મર્યાદા ૩૩ થી વધારી ૩૫ કરવામાં આવી....#talati #talatiexam #ZEE24kalak #Gujarat #તલાટીકમમંત્રી #વિદ્યાસહાયક #ગ્રામસેવક #Talaticandidate@Hasmukhpatelips @bachubhaikhabad… pic.twitter.com/kIwVz7kN6Z
— Zee 24 Kalak (@Zee24Kalak) December 12, 2023
સરકારી નોકરીની પરીક્ષાની પેટર્ન બદલાઈ
છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સરકાર માટે માથાનો દુખાવો બની છે. પેપર ફૂટવાથી લઈને ડમી વિદ્યાર્થીઓના દૂષણને કારણે હવે ગુજરાત સરકારે મોટું પગલુ ભર્યું છે. સરકાર દ્વાર સરકારી નોકરીની પરીક્ષા પેટર્ન જ બદલી લેવામાં આવનાર છે. આ વિશે ગુજરાત ગૌણ પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સવિસ્તાર માહિતી આપી. ગુજરાત ગૌણ પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળની હવે પછીની તમામ પરીક્ષાઓ પેપરલેસ લેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે. સબ્જેક્ટ નોલેજ આધારિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં ફોરેસ્ટ વિભાગની બીટ ગાર્ડની પરીક્ષા કોમ્યુટર બેઝ લેવામાં આવશે. કોમ્યુટર પરીક્ષા માટે સંસ્થા નક્કી કરવામાં આવી છે. પરીક્ષાની પેટર્ન બદલાતા પરીક્ષા ખર્ચ વધશે, પરંતું આ કારણે સમય અને અન્ય બાબતોનો બચાવ થશે.
પરિણામ ઝડપથી મળશે
હસમુખ પટેલે જણાવ્યું કે, સાથે જ પરીક્ષામા ગેરરીતિને નિયંત્રિત કરી દેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ પણ ઝડપથી મળી જશે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ વિદ્યાર્થી એટલેકે, ઉમેદવારને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
હવે સ્નાતક વિદ્યાર્થીઓ જ તલાટીની પરીક્ષા આપી શકશે: 12મું પાસ વિદ્યાર્થીઓ તલાટીની પરીક્ષા નહીં આપી શકે#talati #talatiexam #ZEE24kalak #Gujarat #તલાટીકમમંત્રી #વિદ્યાસહાયક #ગ્રામસેવક #Talaticandidate pic.twitter.com/KnPU2DPyoa
— Zee 24 Kalak (@Zee24Kalak) December 12, 2023
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલાં નિર્ણય અનુસાર હવેથી પરિક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે. પરિક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કઢાશે. એટલું જ નહીં હવે પછીની સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ પ્રક્રિયાથી લેવામાં આવશે. પરિક્ષાર્થી કે ઉમેદવારે નિયત કરાયેલાં વિવિધ સેન્ટરોમાં જઈને કોમ્પ્યુટર પર સંપૂર્ણ પરિક્ષા આપવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે