અદાણી-હિંડનબર્ગ કેસ પર અમિત શાહનો મોટો ખુલાસો, શું ખરેખર અદાણી પર કાર્યવાહી થશે?
ગાંધીનગરમાં ઈન્ડિયન ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સનું આયોજન કરાયુ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેઓએ કાર્યક્રમમાં અદાણી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, SC તપાસ સમિતિને પુરાવા આપો; ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે.
Trending Photos
Amit Shah In Gujarat : ગાંધીનગરમાં ઈન્ડિયન ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સનું આયોજન કરાયુ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેઓએ કાર્યક્રમમાં અદાણી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, SC તપાસ સમિતિને પુરાવા આપો; ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે 6 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં બે નિવૃત્ત જજ પણ છે. જેમની પાસે આ મામલે કોઈ પુરાવા હોય તેમણે આ પુરાવા આ સમિતિને આપવા જોઈએ. જો કંઇક ખોટું થયું હોય તો કોઈને છોડવામાં નહીં આવે.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે રોજગારી સર્જનમાં ડેરી ઉદ્યોગોનો મોટો ફાળો. 9 કરોડ ગ્રામીણ પરિવાર ડેરીમાંથી આવક મેળવે છે. સાથે જ NDDB સાથે મળી 2 લાખ ગામડામાં ગ્રામીણ ડેરીની સ્થાપનાની અમિત શાહે જાહેરાત કરી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ડેરી ઉદ્યોગને ગણાવ્યો ગ્રામીણ અર્થ વ્યવસ્થાને મજબૂત કરવાનો વિકલ્પ આપ્યો. અમિત શાહે કોન્ફરન્સમાં જણાવ્યું કે કોઓપરેટિવ ડેરીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવી. આઝાદીકાળથી ભારતના વિકાસમાં ડેરી સેક્ટરનો ફાળો રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49મા ડેરી ઉધોગ સંમેલનમાં હાજરી આપી. ત્યારબાદ જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિની બેઠકમાં હાજરી આપશે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે નિ: શુલ્ક ભોજન અભિયાનનો શુભારંભ કરાવશે. નારદીપુર તળાવ અને વાસન તળાવનું લોકાર્પણ કરશે અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કરશે. સાંજે અમિત શાહ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. આ દિક્ષાંત સમારોહમાં પીએચડી અને એમફીલના 54 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત અનુસ્નાતક 146 અને સ્નાતક 21 મળીને કુલ 221 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે