Video : પ્રેમિકાએ લગ્ન માટે ના પાડી તો પ્રેમીએ ખેલ્યો ખૂનીખેલ, પ્રેમિકા અને પોતાના ગળામાં ચલાવી છૂરી

ગુજરાતના ક્રાઈમ સિટી (Crime city) તરીકે પ્રખ્યાત બનેલ રાજકોટ (Rajkot) માં રોજેરોજ ચોંકાવનારા બનાવ બનતા રહે છે. ત્યારે એક પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાના ગળામાં ચાકૂ હુલાવી દીધું હતું અને પોતાના ગળા પર પણ ચાકૂ ચલાવ્યું હતું. આ ઘટનાની વીડિયો (Video) ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં લીધો હતો. ત્યારે બંને યુવક યુવતીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Video : પ્રેમિકાએ લગ્ન માટે ના પાડી તો પ્રેમીએ ખેલ્યો ખૂનીખેલ, પ્રેમિકા અને પોતાના ગળામાં ચલાવી છૂરી

રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતના ક્રાઈમ સિટી (Crime city) તરીકે પ્રખ્યાત બનેલ રાજકોટ (Rajkot) માં રોજેરોજ ચોંકાવનારા બનાવ બનતા રહે છે. ત્યારે એક પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાના ગળામાં ચાકૂ હુલાવી દીધું હતું અને પોતાના ગળા પર પણ ચાકૂ ચલાવ્યું હતું. આ ઘટનાની વીડિયો (Video) ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં લીધો હતો. ત્યારે બંને યુવક યુવતીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની લોધિકા GIDCમાં આ ઘટના બની હતી. જેમાં વિક્રમ પાંડેશર નામના યુવક અને યુવતી વચ્ચે લગ્ન બાબતે ઝઘડો થયો હતો. યુવતીએ વિક્રમને લગ્ન માટે ના પાડી દીધી હતી. ના સાંભળતા વિક્રમ ગુસ્સે થયો હતો, અને તેણે ‘તારા વગર મારી જિંદગી અધૂરી છે’ એવું કહીને ચાકૂ કાઢીને યુવતીના ગળામાં ભાગમાં ચલાવ્યું હતું. આ સાથે યુવતી નીચે ઢળી પડી હતી, અને જમીન પર તરફડિયા મારી રહી હતી. ત્યારે એક યુવક તેની મદદ આવ્યો હતો. આવામાં વિક્રમે પોતાના ગળા પર પણ છૂરો ચલાવ્યો હતો. હાલ યુવક-યુવતી બંને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, યુવતી બિહારની રહેવાસી છે અને યુવક ઉત્તર પ્રદેશનો છે. વિક્રમ પાંડેસર મેટોડાના જીઆઈડીસીમાં છેલ્લાં 10 વર્ષથી રહે છે અને એક કારખાનામાં કામ કરે છે. તો યુવતી પણ એક કારખાનામાં કામ કરે છે અને રાજકોટમાં તેના બહેન-બનેવી સાથે રહે છે. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવતીના લગ્ન થયેલા છે, અને વિક્રમ તેને લગ્ન કરવા માટે વારંવાર દબાણ કરતો હતો. ત્યારે પ્રેમમાં ઝનૂની બનેલા વિક્રમે યુવતીને ગળાના ભાગે છરી મારી હતી અને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news