આપના ધારાસભ્યની મુખ્યમંત્રીને અપીલ, ધીરજ સાહુની જેમ ગુજરાતમાં પણ કરો તપાસ

Gujarat Aap MLA : ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યે ઉમેશ મકવાણાએ ધારાસભ્ય તરીકેના એક વર્ષ પૂરા થવા પર મુખ્યમંત્રીને લખ્યો પત્ર... તમામ ધારાસભ્યો અને સાંસદોની સંપત્તિની તપાસ કરવાની મૂકી માંગ
 

આપના ધારાસભ્યની મુખ્યમંત્રીને અપીલ, ધીરજ સાહુની જેમ ગુજરાતમાં પણ કરો તપાસ

Gujarat CM Bhupendra Patel : ઓડિશા અને ઝારખંડમાં ધીરજ સાહુના ઠેકાણાઓ પર પાડવામાં આવેલા દરોડામાં નોટોની ગણતરી આજે પૂરી થઈ શકે છે. આ માટે વધુ નોટ કાઉન્ટીંગ મશીન અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. 176 બેગમાંથી હજુ સુધી લગભગ 136 બેગની ગણતરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 300 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. 25 નોટ ગણવાના મશીનો અને 50 લોકો મળીને નોટોની ગણતરી કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ મુખ્યમંત્ર પાસે એક માંગ કરી છે. બોટાદ ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ રાજ્યના તમામ ધારાસભ્ય, સાંસદો, IPS અને IAS અધિકારીઓ પર ACB ની તપાસ કરવાની માંગણી કરી છે. સાથે જ ACB નો તપાસ અહેવાલ સરકારની વેબસાઈટ પર જાહેર કરવા પણ રજુઆત કરી છે. જનપ્રતિનિધિ અને જનસેવકોની આવક સંપત્તિ અંગેની તપાસ કરવા માટે રજુઆત કરાઈ છે.

પ્રધાનમંત્રીને પણ લખ્યો પત્ર
ઉમેશ મકવાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સાથે જ પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મોકલાયો છે. ઉમેશ મકવાણાએ માંગ કરી છે કે, તેમની આવક અને સંપત્તિની એસીબી, ઈડી કે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે. આ સાથે જ ગુજરાતના અન્ય ધારાસભ્યો, સાંસદ, મંત્રીઓ અને આઈપીએસ તથા આઈએએસ અધિકારીઓની આવક અને સંપત્તિની પણ તપાસ થવી જોઈએ. સાથે જ તેમણે જનતા સામે આ રિપોર્ટ મૂકવાની પણ માંગ કરી છે. 

પોતાની સામે પણ તપાસ કરવાની કરી માંગ
ઉમેશ મકવાણાએ ખુદની સામે તપાસ કરવાની પણ માંગ કરી. તેઓએ કહ્યું કે, તમામ નેતાઓ પોતાના કાર્યોને જનતા સામે મૂકે. હાલ ઉમેશ મકવાણાના આ પત્રની ચર્ચા થઈ રહી છે. 2022 ની ચૂંટણીમા ઉમેશ મકવાણા બોટાદથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. ગત વિધાનસભામા આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 5 સીટ મળી હતી. જેમાં ઉમેશ મકવાણા બોટાદથી ઉમેદવાર બન્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news