પત્નીનાં મોબાઇલ પર મેસેજ આવ્યો Hi Jaanu, પતિએ વાંચ્યો અને...

શહેરના બોપલ વિસ્તારમાં 23 વર્ષીય યુવકની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બોપલ પોલીસે અગાઉ  કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. ત્યારે મુખ્ય આરોપી અલ્પેશ ઉર્ફે ટોની પટેલની પણ સરસપુરથી ધરપકડ કરવામાં આવી છે. 

પત્નીનાં મોબાઇલ પર મેસેજ આવ્યો Hi Jaanu, પતિએ વાંચ્યો અને...

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં 23 વર્ષીય યુવકની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બોપલ પોલીસે અગાઉ  કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. ત્યારે મુખ્ય આરોપી અલ્પેશ ઉર્ફે ટોની પટેલની પણ સરસપુરથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપી અલ્પેશ પટેલની પત્ની સાથે મયંક ગોસ્વામી ફોનપર વાતચીત કરતો હોવાના પુરાવા મળતા તેનું અપહરણ કરી ઢોરમાર મારી મયંકને રસ્તા પર છોડી મુકવામાં આવ્યો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપી અલ્પેશ ઉર્ફે ટોની પટેલ પર 23 વર્ષીય યુવકની હત્યાનો આરોપ છે. હત્યા કર્યા બાદ છેલ્લા એક સપ્તાહથી અલ્પેશ ઉર્ફે ટોની નાસતો ફરતો હતો. જે અંગે  બાતમી આધારે બોપલ પોલીસે તેની સરસપુર વિસ્તારમાંથી  ધરપકડ કરી છે. 

અગાઉ આ કેસમાં આરોપીની મદદ કરનારા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી ચૂકી છે. જેમણે મૃતક મંયક ગોસ્વામીને મારમારી, અપહરણ કરવામાં મદદ પણ કરી હતી. આરોપી અલ્પેશની પૂછપરછ દરમ્યાન હત્યા અંગે ચોંકાવનારૂ કારણ પણ સામે આવ્યુ છે. અલ્પેશની પત્ની સાથે મૃતક ગોસ્વામી છેલ્લા ઘણા સમયથી ફોન પર અને મેસેજથી વાત કરતો હતો. જે અલ્પેશને નહોતું ગમતું, પરંતુ ઉતરાયણ દરમિયાન આ વાતચીતના અંશો અલ્પેશના ધ્યાને આવતા મિત્રો સાથે મળી મયંક ગોસ્વામીના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં અલ્પેશની પત્ની પોતાના નિવેદનમાં પણ પ્રેમ પ્રકરણનો એકરાર કરી ચૂકી છે.


(પોલીસ કસ્ટડીમાં ઉભેલો શખ્સ આરોપી)

જે અલ્પેશને પસંદ નહિ પડતા મયંકને બોપલની અવૈદ્ય હોસ્પિટલમાંથી જ બોલાવી અપહરણ કરાવી માર માર્યો હતો. આરોપી અલ્પેશ અગાઉ પણ ૩૦થી વધુ કેસોમાં સંડોવાયેલા હોવાનો સામે આવ્યુ છે. જેમાં દારૂ જુગાર અને મારામારી જેવા ગંભીર અનેક ગુનાઓ પણ અલ્પેશ વિરુદ્ધ નોંધાયેલા છે. પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યા કેસમાં હાલ તો તમામ આરોપીઓ ઝડપાઇ ચૂકયા છે. ત્યારે મહત્વનું છે કે અત્યાર સુધી આરોપી અલ્પેશ ક્યાં છુપાયો હતો અને કોની મદદથી તે નાસતો ફરતો હતો સાથે જ હત્યા પાછળનું કારણ માત્ર પ્રેમ સંબંધ હોય તો કેવા પ્રકારના મેસેજથી અલ્પેશ હત્યા કરવા મજબૂર બન્યું હતું તે પણ તપાસ દરમિયાન સામે આવશે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news