પોલીસને સ્થાનિકોના મનોરંજન માટે સિંગર બોલાવવાનું પડ્યું ભારે, વીડિયો વાયરલ થતા જ...
આ કાર્યક્રમમાં સ્થાનિકો ગરબા કરવા લાગતા શિસ્તભંગ બદલ બોપલ PI ને સસ્પેન્ડ કરાયા
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ : લોકડાઉન વચ્ચે સતત ઘરમાં રહેતા લોકોને થોડું મનોરંજન મળે તે માટે યોજાયેલા કાર્યક્રમમાં ગરબે ઘુમવાનું બોપલના મહિલા પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટને ભારે પડી ગયું છે. બોપલની સફલ પરિસર સોસાયટીમાં આયોજીત કરાયેલા કાર્યક્રમના આ વાઇરલ વીડિયોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું જળવાયું.
વાઇરલ વીડિયોમાં પીઆઈને વર્દીમાં ગરબે ઘૂમતા જોઈ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદના એસપીને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જિલ્લા એસપી રાજેન્દ્ર અસારીએ આ મામલે પગલાં લઈને પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપ્યો છે.
હાલ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. રાઠવાને બોપલનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલા આ વિડીયોમાં બોપલના મહિલા પીઆઈ વર્દીમાં જ પોતાના સ્ટાફ સાથે ગરબે ઘૂમતા હતા. તેમની સાથે વિડીયોમાં દેખાતા કેટલાક સ્ટાફે માસ્ક પણ નહોતા પહેર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે