બેફામ બુટલેગર: પોલીસ સાથે મારામારી કરી, કહ્યું હપ્તો આવે છે મારે આવવાની શું જરૂર?

નિકોલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલા સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ પર હુમલો થયો હતો. નિકોલ સર્વેલન્સ સ્કવોર્ડના કર્મચારીઓએ મહામહેનતે બુટલેગર આરોપીને પકડ્યો હતો. જ્યારે તેને લેવા આવનારા સ્કોર્પિયો કારચાલક નાસી છુટ્યો હતો. નિકોલ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ તેની સાથે પાંચથી વધારે કર્મચારીઓ સાથે હરીદર્શન ચાર રસ્તા પાસે નિકોલ પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિનના ગુનામાં વોન્ટેડ આરોપી સત્ય પ્રકાશ ઉર્ભે બાબુ સેલબી હોસ્પિટલ પાસે પોતાના મિત્રોને મળવા આવવાનો હોવાની બાતમી મળી હતી. 
બેફામ બુટલેગર: પોલીસ સાથે મારામારી કરી, કહ્યું હપ્તો આવે છે મારે આવવાની શું જરૂર?

અમદાવાદ : નિકોલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલા સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ પર હુમલો થયો હતો. નિકોલ સર્વેલન્સ સ્કવોર્ડના કર્મચારીઓએ મહામહેનતે બુટલેગર આરોપીને પકડ્યો હતો. જ્યારે તેને લેવા આવનારા સ્કોર્પિયો કારચાલક નાસી છુટ્યો હતો. નિકોલ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ તેની સાથે પાંચથી વધારે કર્મચારીઓ સાથે હરીદર્શન ચાર રસ્તા પાસે નિકોલ પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિનના ગુનામાં વોન્ટેડ આરોપી સત્ય પ્રકાશ ઉર્ભે બાબુ સેલબી હોસ્પિટલ પાસે પોતાના મિત્રોને મળવા આવવાનો હોવાની બાતમી મળી હતી. 

તમામ પોલીસ કર્મચારીઓ વોચ પર હતા. સત્યપ્રકાશ જ્યારે આવ્યો ત્યારે પોલીસે તેને ઘેરી લીધો હતો. નિકોલ પોલીસ સ્ટેશન પોતાની સાથે આવવા માટે જણાવ્યું હતું. જો કે સત્યપ્રકાશે તુ મને પકડનારો કોણ છે તેમ કહીને ધક્કો મારી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસ પર હૂમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. 

આરોપી નજીકમાં આવેલી એક સોસાયટી તરફ જવા લાગ્યો હતો. ત્યારે સોસાયટીની અંદરથી એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી આવી હતી આરોપી ગાડીમાં બેસીને ભાગવા માંગતો હતો. પોલીસે અટકાવતા તેમની સાથે મારામારી કરી હતી. જો કે આરોપી સત્યપ્રકાશની ધરપકડ કરી કારના ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news