મોસ્કોથી ગોવાની ફ્લાઇટમાં બોમ્બની આશંકા, જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ


જામનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બની આશંકાને કારણે જામનગરમાં ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. 
 

મોસ્કોથી ગોવાની ફ્લાઇટમાં બોમ્બની આશંકા, જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

મુસ્તાક દલ, જામનગરઃ મોસ્કોથી ગોવાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને કારણે ફ્લાઇટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. બોમ્બની અફવાને કારણે પોલીસ, બોમ્બ સ્ક્વોડ, એસપી, કલેક્ટર, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતનો સ્ટાફ એરપોર્ટ પહોંચી ગયો છે. એરપોર્ટ પર ભારે હલચલ જોવા મળી રહી છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

મુસાફરોને નીચે ઉતારાયા
બોમ્બની અફવાને કારણે મોસ્કોથી ગોવા ફ્લાઇટનું જામનગર ઇમરજન્સી લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું છે. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને બહાર ઉતારી દેવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષાની અન્ય ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટ સહિત તમામ મુસાફરોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની વિગત અનુસાર હજુ સુધી કોઈ ખતરાની વસ્તુ મળી નથી. આ ફ્લાઇટમાં 250 જેટલા મુસાફરો હોવાની શક્યતા છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news