અમરેલીમાં સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત, બોગસ ડોક્ટર પતિ-પત્નીને ધરપકડ

અમરેલીના બટારવાડીમાં આવેલ પ્રીતિ મેટરનીટી હોમ કે જયા પ્રીતિબેન શુકલ અને તેમના પતિ વૈધ પિનાકીનભાઈ શુકલ અહીંયા ગરીબ અને અજાણ્યા માણસોને પોતે ગાયનેક ડોક્ટર હોવાની છેતરામણી જાહેરાત કરી અનઅધિકૃત રીતે સગર્ભા મહિલાઓને ડીલેવરી કરી રહ્યા છે

અમરેલીમાં સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત, બોગસ ડોક્ટર પતિ-પત્નીને ધરપકડ

કેતન બગડા, અમરેલી: અમરેલીના બટારવાડી ખાતે પ્રીતિ મેટરનીટી હોમનું બોર્ડ લગાવી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા પ્રીતિબેન શુકલ અને તેમના પતિએ પોતાના ક્લિનિક પર આવેલ સગર્ભા મહિલાને સારવાર દરમિયાન ઇન્જેક્શન આપી કાજલબેન ડાભી નામની મહિલાનું મોત નિપજાવવાની ઘટનાએ સમગ્ર અમરેલી શહેરમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે બંને પતિ-પત્નીને ધરપકડ કરી કોર્ટમાંથી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોઈએ આ શું છે આથી આ ઘટના....

અમરેલીના બટારવાડીમાં આવેલ પ્રીતિ મેટરનીટી હોમ કે જયા પ્રીતિબેન શુકલ અને તેમના પતિ વૈધ પિનાકીનભાઈ શુકલ અહીંયા ગરીબ અને અજાણ્યા માણસોને પોતે ગાયનેક ડોક્ટર હોવાની છેતરામણી જાહેરાત કરી અનઅધિકૃત રીતે સગર્ભા મહિલાઓને ડીલેવરી કરી રહ્યા છે. પોતે અધિકૃત ન હોવા છતાં એલોપેથી દવાઓ આપી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં એક સગર્ભા મહિલા કાજલબેન મહેશભાઈ ડાભી કે જેનું ગત 12 તારીખના રોજ સારવાર માટે આવેલા હતા અને તેમને ઇન્જેક્શન આપી સારવાર કરવામાં આવી હતી પરંતુ ગણતરીના કલાકોમાં જ કાજલબેનનું મોત થયું હતું.

આ ઘટનાને પગલે કાજલબેન મહેશભાઈ ડાભીના પરિવારજનોએ પ્રીતિબેન સામે કડક પગલા લેવા મોટી સંખ્યામાં અમરેલી ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી. આ ઘટનાને પગલે પોલીસે પરિવારજનોને કડક પગલાં લેવા ખાતરી આપતા પરિવારજનો પોતપોતાને ઘરે ગયા હતા. પોલીસે ફરિયાદને આધારે ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા પ્રીતિબેન અને તેમના પતિ પિનાકીનભાઈ શુક્લાની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

જો કે, પ્રીતિબેન અને પિનાકીનભાઈ બટાર વાડી ખાતે આવેલ પોતાના મેટરનીટી હોમને તાળું મારી નાસી ગયા હતા. પરંતુ પોલીસે તેમની શોધખોળ કરી તેમની ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓ ઉપર 304, 308, 420, 269, 270 અને 34ની આઈ.પી.સી.કલમ લગાડી હતી. તેમજ ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ act 1967 - 30 અને 35 મુજબની પણ કલમો લગાડવામાં આવી છે.

Live TV:- 

અમરેલી જિલ્લામાં અનેક કહેવાતા ડોક્ટરો ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી અનઅધિકૃત રીતે એલોપેથી દવાઓ આપી લોકોના આરોગ્ય સામે ચેડા કરી રહ્યા હોય આ બાબતે અનેક વખત આરોગ્ય વિભાગને ફરિયાદો પણ કરવામાં આવી છે. પરંતુ ક્યાંકને ક્યાંક બોગસ ડોક્ટરો કાયદાની ચુંગાલમાંથી છટકી જાય છે અને ગરીબ, અજાણ્યા અને નિર્દોષ લોકો સતત ભોગ બની રહ્યા છે. ત્યારે મેડીકલ પ્રેક્ટિસ એક્ટમાં સુધારો કરી અને જો કડક કાયદો બનાવવામાં આવે તો બોગસ ડોક્ટરો પર નિયંત્રણ રાખી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news