Exclusive : ગુજરાતના બાળકોનું ભવિષ્ય પસ્તીમાં રઝળતુ મળ્યું, બોર્ડની સામગ્રીઓ ભંગારના ગોડાઉનમાંથી મળી
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય પસ્તીમાં જોવા મળ્યું છે. બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ ડમ્પિંગ સાઈટ પર મળી આવી છે. અમદાવાદમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈટ નજીક આવેલા ગોડાઉનમાં બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ મળી આવી છે. સ્ટીકર, ઉત્તરવહી, ખંડ નિરીક્ષકના આઈ કાર્ડ, OMR શીટના કવર, GTUના સિક્કાવાળા કવર મળી આવ્યા છે. ડમ્પિંગ સાઈટ પાસે આવેલા ગોડાઉનમાંથી નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ મળી આવી છે. આ ઉપરાંત પણ બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય એવી એવી સામગ્રીઓ મળી આવ્યું છે.
કચરામાંથી શું શું મળ્યું...
- પરીક્ષામાં વપરાતા સ્ટીકર, ઉત્તરવહી, આઈ કાર્ડ, OMR શીટના પેકીંગ કવર
- GTU ના સિક્કાવાળા કવર, નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ
- પોલીસ સબઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ પ્રિલીમીનરી પરીક્ષાના કવર
- પોલીસ ભરતી પરીક્ષાના કવર
- HSC માર્ચ 2017ની પરીક્ષાના કવર
- ધોરણ 12 સાયન્સની માર્કશીટ, વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટની ઝેરોક્ષ અને LCની ઝેરોક્ષ
- બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્ર
- માર્ચ 2019ના પ્રશ્નપત્ર
- જવાબ લખેલી બોર્ડની ઉત્તરવહી
- પ્રાયોગિક પરીક્ષા 2019ના સીલબંધ કવર
- ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ તેમજ એલસીની ઝેરોક્ષ મળી...
- PSIની ભરતી બોર્ડ પ્રિલીમીનરી પરીક્ષાના કવર, OMR શીટના પેકીંગ કવર,
- GTUની ઉત્તરવહી, પ્રશ્નપત્રો મળ્યા
દર મહિને આ એક પૂજા કરવાથી દરેક મુશ્કેલ કામ આપોઆપ સરળ બની જશે
સરફરાઝ નામના વ્યક્તિના ગોડાઉનમાંથી મળ્યો જથ્થો
આ તમામ સામગ્રી સ્ક્રેપ (ભંગાર)ના ગોડાઉનમાંથી મળી આવી છે. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તમામ સામગ્રી અમદાવાદ, પોરબંદર, રાજકોટની છે, જે 2015થી 2019 સુધીની છે. સરફરાઝ નામના વ્યક્તિના ગોડાઉનમાંથી આવી સામગ્રી મળી આવી હતી, જે બે મહિના પહેલા આ સામગ્રી ગાંધીનગરથી લવાઈ હતી. આમ, આ તમામ સામગ્રી અનેક સવાલો ઉભા કરી રહી છે. મજૂરોના મારફતે આ સામગ્રીઓ છૂટી પાડવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે