રાજકોટ તરૂણી હત્યાકાંડ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પરિવારજનોને આપી સાંત્વના
રાજકોટ (Rajkot) જિલ્લાના જેતલસર ગામે આજે પ્રદેશ ભાજપના પ્રમુખ (Region BJP President) સી.આર.પાટીલ (CR Patil) પહોંચ્યા હતા. સીઆર પાટીલે હત્યાનો ભોગ બનેલ સૃષ્ટિના (Shrushti Raiyani) પિતા સાથે મુલાકાત લીધી હતી
Trending Photos
- હત્યારાને ફાંસીની સજા થશે તો જ બહેનને શાંતિ મળશે- હર્ષ રૈયાણી
- કડકમાં કડક સજા થાય તે માટેના અમારા પ્રયાસો- સી.આર. પાટીલ
ગૌરવ દવે/ જેતલસર: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતલસર ગામે આજે પ્રદેશ ભાજપના પ્રમુખ (Region BJP President) સી.આર.પાટીલ (CR Patil) પહોંચ્યા હતા. સીઆર પાટીલે હત્યાનો ભોગ બનેલ તરૂણીના પિતા સાથે મુલાકાત લીધી હતી અને પરિવારને સાંત્વના આપી હતી. સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના અમારા પ્રયાસોમાં રહેશે.
ગત તારીખ 16 માર્ચના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતલસર ગામની દીકરીની સનસનીખેજ હત્યા (Murder) થઈ હતી. હત્યાના સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળતો હતો. પોલીસ (Rajkot Police) દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છતાં લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળતો હતો. બે દિવસ પહેલા રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયાએ (Jayesh Radadiya) પરિવારની મુલાકાત લીધી હતી. પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલે (CR Patil) જેતલસર ગામે તરૂણીના પિતા કિશોર ભાઈ રૈયાણી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અને પરિવારને ન્યાય અપાવવા માટે ખાતરી આપી હતી સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના તેમના પ્રયાસો રહેશે તેમ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપના પ્રમુખ પાટીલે કિશોરભાઈ સાથે વાતચીત કરી હતી. સાથે જ કિશોરભાઈ લખેલી અરજી સી.આર.પાટીલ વાંચી હતી. દીકરીના પિતાએ સીઆર પાટીલે ભીની આંખે રજૂઆત કરી હતી કે પોતાની દીકરી ને ન્યાય મળે આરોપીને કડકમાં કડક સજા થાય. તો તરૂણીના ભાઈ હર્ષે કહ્યું હતું કે, આરોપીને ફાંસીની સજા થાય ત્યારે જ મારી બહેનને શાંતિ થશે. દીકરીને ન્યાય આપવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને મહિલાઓ દ્વારા આક્રોશ સાથે માંગ કરવામાં આવી અને જેના પડઘા રાજકોટ થી ગાંધીનગર સુધી પડઘા પડ્યા. ત્યારે પ્રદેશ કક્ષાના નેતાઓએ દીકરી ને ન્યાય આપવા માટે મેદાને પડયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે