ભાજપના નેતાના પુત્રએ બુથ હાઈજેક કર્યું, આ તો મારા બાપની જાગીર, તંત્રએ તમાશો જોયો

Booth Capturing : મહીસાગરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગ કરાયું છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને બોગસ વોટિંગ કર્યાનો આરોપ.. વીડિયો વાયરલ થતા કોંગ્રેસ ઉમેદવારે કરી કલેક્ટરને ફરિયાદ

ભાજપના નેતાના પુત્રએ બુથ હાઈજેક કર્યું, આ તો મારા બાપની જાગીર, તંત્રએ તમાશો જોયો

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ છે. બિહાર અને ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં આખુ બુથ કેપ્ચર કરી ભાજપના નેતાના પુત્રએ બેખોફ બની બોગસ મતદાન કરાવ્યું હોવાના આક્ષેપો છે. ઈવીએમ તો મારા બાપનું, અહીં તો બસ ભાજપ જ ચાલે જેવો વીડિયો લાઈવ કરીને કાયદાને મજાક બનાવી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું. પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર મોટી ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ હતી. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. 

દાહોલ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહિ, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.

કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. વિજય ભાભોરે EVM પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી. સમગ્ર વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બુથ કેપ્ચરીંગની આ ઘટના લાઈવ નિહાળી હતી. 

ચૂંટણી પંચે મંગાવ્યો રિપોર્ટ 
દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદમાં બૂથના વાયરલ વાડિયા મામલે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે. આરોપી યુવકની ધરપકડની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. 

દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને આ અંગે ફરિયાદ કરી છે. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડ વચ્ચે ચૂંટણી જંગ હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર, દાહોદમાં 58.66 ટકા મતદાન નોધાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news