ગુજરાત લોકસભાની 26 બેઠકો પર પિક્ચર ક્લિયર, જુઓ કોણ કોણ છે દાવેદાર

ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર હવે પૂરેપૂરી રીતે સ્પષ્ટ થઈ ગયું છે. આજે 4 તારીખે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ હોવાથી તમામ પક્ષોએ સવારે ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. ત્યારે ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર કોંગ્રેસ અને ભાજપે કયા કયા ઉમેદવાર ઉભા રાખ્યા છે, તે ફાઈનલ થઈ ગયુ છે.

ગુજરાત લોકસભાની 26 બેઠકો પર પિક્ચર ક્લિયર, જુઓ કોણ કોણ છે દાવેદાર

ગુજરાત :ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર હવે પૂરેપૂરી રીતે સ્પષ્ટ થઈ ગયું છે. આજે 4 તારીખે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ હોવાથી તમામ પક્ષોએ સવારે ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. ત્યારે ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર કોંગ્રેસ અને ભાજપે કયા કયા ઉમેદવાર ઉભા રાખ્યા છે, તે ફાઈનલ થઈ ગયુ છે. તો બીજી તરફ, ગુજરાતની પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોના લિસ્ટની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે હવે જોઈ લો 26 સીટ પર કોની કોની સામે જંગ જામશે. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ભરૂચ, દાહોદ અને ખેડા બેઠક પર ઉમેદવારોના નામને લઈને અટવાયું હતું. તેમજ ઊંઝા પેટાચૂંટણી માટે પણ ઉમેદવારની જાહેરાત થઈ ન હતી. ત્યારે કોંગ્રેસે સવારે ભરૂચ બેઠક પર શેરખાન પઠાણ, દાહોદ માટે બાબુભાઇ કટારા અને ખેડા પર બિમલ શાહ તેમજ ઊંઝા પેટાચૂંટણી માટે કામુ પટેલના નામની જાહેરાત થઈ હતી. તો બીજી તરફ, ઊંઝા માટે આશા પટેલના નામ પર અસમંજસ વચ્ચે આશા પટેલે આજે ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું. 

ગુજરાત લોકસભા ચૂંટણી 2019 : 26 બેઠકોની ટક્કર
બેઠક ભાજપ કોંગ્રેસ
કચ્છ વિનોદ ચાવડા નરેશ એન.મહેશ્વરી
બનાસકાંઠા પરબત પટેલ પરથી ભટોળ
પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર
મહેસાણા શારદા પટેલ એ.જે પટેલ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ રાજેન્દ્રસિંહ ઠાકોર
ગાંધીનગર અમિત શાહ સી.જે.ચાવડા
અમદાવાદ પૂર્વ એચ.એસ.પટેલ ગીતાબેન પટેલ
અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી રાજુ પરમાર
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા સોમા પટેલ
રાજકોટ મોહન કુંડારિયા લલિત કગથરા
પોરબંદર રમેશ ધડૂક લલિત વસોયા
જામનગર પૂનમબેન માડમ મૂળુભાઈ કંડોરિયા
જૂનાગઢ રાજેશ ચુડાસમા પૂંજાભાઈ વંશ
અમરેલી નારણ કાછડિયા પરેશ ધાનાણી
ભાવનગર ભારતીબેન શિયાળ મનહર પટેલ
આણંદ મિતેષ પટેલ ભરતસિંહ સોલંકી
ખેડા દેવુસિંહ ચૌહાણ બિમલ શાહ
પંચમહાલ રતનસિંહ રાઠોડ વી.કે. ખાંટ
દાહોદ જસવંતસિંહ ભાભોર બાબુ કટારા
વડોદરા રંજનબહેન ભટ્ટ પ્રશાંત પટેલ
છોટાઉદેપુર ગીતાબેન રાઠવા રણજીત રાઠવા
ભરુચ મનસુખ વસાવા શેરખાન પઠાણ
બારડોલી પ્રભુ વસાવા તુષાર ચૌધરી
સુરત દર્શના જરદોશ અશોક અધેવાડા
નવસારી સી. આર. પાટીલ ધર્મેશ પટેલ
વલસાડ કે. સી. પટેલ જીતુ ચૌધરી

 

  • પેટાચૂંટણીના ઉમેદવારો 

ઊંઝા આશા પટેલ કામુ પટેલ
માણાવદર જવાહર ચાવડા અરવિંદભાઈ લાડાણી
ધ્રાંગધ્રા પરસોતમભાઇ સાબરીયા દિનેશભાઈ પટેલ
જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ જયંતીભાઈ સભાયા

 

  • સંઘ પ્રદેશોમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો

દાદરાનગર હવેલી નટુ પટેલ પ્રભુ ટોકિયા
દીવ દમણ લાલુભાઈ પટેલ કેતન પટેલ

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news