પેટા ચૂંટણી: ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર જાહેર, આ ઉમેદવારો વચ્ચે થશે જંગ

રવિવારે મોડી રાત્રે ભાજપના (BJP)પેટા ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ(Congress) દ્વારા 6માંથી 4 બેઠકોના ઉમેદવારો જાહેર કરી લેવામાં આવ્યા છે. મહ્તવનું છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ અંતે ભાજપે પણ મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર(Alpesh thakor)ને અને બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. 
 

પેટા ચૂંટણી: ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર જાહેર, આ ઉમેદવારો વચ્ચે થશે જંગ

અમદાવાદ: રવિવારે મોડી રાત્રે ભાજપના (BJP)પેટા ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ(Congress) દ્વારા 6માંથી 4 બેઠકોના ઉમેદવારો જાહેર કરી લેવામાં આવ્યા છે. મહ્તવનું છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ અંતે ભાજપે પણ મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર(Alpesh thakor)ને અને બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. 

કોંગ્રેસના ચાર ઉમેદવારો થયા જાહેર
કૉંગ્રેસે થરાદ બેઠકથી યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને એન.એસ.યુઆઈના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી છે. ત્યારે બાયડથી જશુભાઈ પટેલને કૉંગ્રેસે ટિકિટ આપી હતી. લુણાવાડા બેઠક પર પેટાચૂંટણી માટે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. અમરાઈવાડી બેઠક પરથી કૉંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે.

ભાજપના તમામ ઉમેદવારો જાહેર 
ભાજપે રાધનપુરમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. તો અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવક પર પાર્ટીએ મહોર મારી છે. ત્યારે ખેરાલુ બેઠક પરથી પણ અજમલભાઇ ઠાકોરને ટિકિટ આપાવામાં આવી છે. ત્યારે અમદાવાદની અમરાઇડી બેઠક પરથી જગદીશ પટેલે અને થરાદ બેઠક પરથી જીવરાજ પટેલને ટિકિટ આપવામાં આવી છે. 

આ ઉમેદવારો વચ્ચે થશે ખરાખરીનો જંગ

બેઠક ભાજપ કોંગ્રેસ
થરાદ જીવરાજભાઇ પટેલ ગુલાબસિંહ રાજપુત
બાયડ ધવલસિંહ ઝાલા પટેલ જશુભાઇ શિવાભાઇ
અમરાઇવાડી જગદીશભાઇ પટેલ ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ
લુણાવાડા જીજ્ઞેશભાઇ સેવક ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહ
રાધનપુર અલ્પેશ ઠાકોર નામ જાહેર નથી કરાયું
ખેરાલુ અજમલભાઇ ઠાકોર નામ જાહેર નથી કરાયું

 જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news