ગુજરાતમાં સત્તા માટે ભાજપનો ઝંઝાવાતી પ્રચાર: યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા, અનુરાગ ઠાકુર અને CM ભૂપેન્દ્ર પટેલે જનસભાઓમાં શું કહ્યું?
Gujarat Election 2022: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નદ્દા આજે 175 નવસારી વિધાનસભા બેઠકથી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. નવસારી વિધાનસભા 27 વર્ષોથી ભાજપનો ગઢ છે
Trending Photos
Gujarat Election 2022: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજથી ભાજપના સ્ટાર પ્રચારકોનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકોર નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપે આજથી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે.
મોરબી જિલ્લાના વાંકાનેરમાં યુપીની સીએમ યોગી આદિત્યનાથ પહોચ્યા છે. જીતુભાઇ સોમાણીના સમર્થમમાં કિરણ સિરામિક ફેક્ટરી ખાતેના સભા સંબોધી. જ્યાં તેમણે ભારત માતા કી જય, વંદેમાતરમથી સીએમનું સ્વાગત કરાયુ.
યુપીની સીએમ યોગી આદિત્યનાથનું સંબોધન
- ઉત્તર પ્રદેશ રામ અને કૃષ્ણની જન્મ ભુમી અને ગંગા નિરંતર આશિર્વાદ વર્ષે છે તે પ્રદેશથી આવેલ છું
- ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી
- કાંતિભાઇ અમૃતિયા સહિતના કાર્યકરોએ લોકોના જીવ બચાવવા માટે કામ કર્યુ
- સરદાર પહેલ, મહાત્મા ગાંધીએ કરેલા કામોને યોગીએ યાદ કર્યા
- મોદીનું નેતૃત્વ દેશને મલ્યુ તે સૌથી મોટી વાત છે
- દુનિયાના 20 પ્રમુખ દેશનું પ્રતિનિધીત્વ હવે મોદી કરશે તે દેશવાસી માટે ગર્વની વાત છે
- વિકાસ અને સુરક્ષાનું મોડલ બન્યુ છે ગુજરાત
- મોરબીમાં જુલતા પુલ દુર્ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા એમને શ્રધ્ધાંજલિ પાઠવું છું
- આ ઘટનામાં દેશ મોરબી સાથે ઊભો છે
- રાત દિવસ પીએમ પોતે એ ઘટનાનું નિરીક્ષણ કરતા રહ્યા
- કાંતિ અમૃતિયાએ અનેકના જીવ બચાવ્યા
- જો કે આવી પરિસ્થિતિ મોરબીમાં પહેલીવાર નહતી આવી
- 89માં યા પછી સાયકલોન કે પછી ભૂકંપ સમયે પણ મોરબીને ઊભો થતાં દેશ અને દુનિયાએ જોયો છે
- ગુજરાતના અનેક સપૂતોએ આઝાદીની લડાઇમાં ભાગ લીધો
- ગાંધીનું આંદોલન આજે પણ દુનિયાના તમામ દેશને પ્રેરણા આપે છે
- એકતાનો આધાર શું હોઈ શકે એ લોહપુરુષ સરદાર વલ્લભભાઈએ બતાવ્યું
- જૂનાગઢ અને હૈદરાબાદના નવાબ જે આના કાની કરતા હતા એમણે પણ ઘૂંટણ ટેકવ્યા હતા
- ભારતનું સૌભાગ્ય છે કે મોદીજી નું નેતૃત્વ દેશને મળી રહ્યું છે
- ઇન્ડોનેશિયામાં આપણે જોયું, વિશ્વના શક્તિશાળી 20 દેશનું નેતૃત્વ ભારત કરશે
- જેમની પાસે 80 ટકા સંસાધનો પર અધિકાર છે, એમના તમામ કાર્યક્રમ મોદીજીની અધ્યક્ષતામાં થશે
- ગુજરાત મોડલની ચર્ચા દેશ અને દુનિયામાં થાય છે
- વિકાસ, ગરીબ કલ્યાણ અને સુરક્ષાનું શું મોડલ હોય શકે એ મોડલ મોદીજીએ આપ્યું છે
- ગુજરાત મોડલ જ છે જેણે કોરોના જેવી આપદામા પણ સૌને બચાવ્યા
- લોકડાઉન આપ્યું ત્યારે સૌને સુરક્ષિત રહેવાની પ્રેરણા આપી
- જે જ્યાં બીમાર થયું, ત્યાં જ એના ઉપચારની વ્યવસ્થા કરી
- ફ્રીમાં ટેસ્ટ, ઉપચાર અને વેક્સિનની સાથે રાશનની સુવિધા પીએમએ આપી
- વિકાસની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ભારત આજે ઉભરી રહ્યું છે
- આઝાદીની લડાઇમાં ગાંધીજી, સરદારે બલિદાન આપ્યું, ત્યારે આજે આઝાદી મહોત્સવ સાથે હર ઘર તિરંગા અભિયાન સાથે સૌને જોડ્યા
- ભગવાન કૃષ્ણ મથુરા છોડી દ્વારકા આવ્યા, એ તીર્થ બન્યું
- સોમનાથ મંદિરનું આજે ભવ્ય રૂપ જોવા મળે છે
- અંબા માતાના મંદિરનું ભવ્યરૂપ ને દુનિયા સામે મૂકવામાં આવે છે
- નવી પ્રેરણા મળે છે, તમારા અમે આભારી છીએ, તમે સતત મોદીજીને સીએમ બનાવ્યો
- લોકપ્રિય બન્યા અને દેશના પીએમ બન્યા, આજે એમનું નેતૃત્વ યુપીને પણ ગુજરાતની જેમ મળે છે
- યુપીમાં 500 વર્ષનો ઇંતેજાર પૂર્ણ થયો, ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું
- કાશી વિશ્વનાથનું ભવ્ય રૂપ પણ હવે બન્યું છે, તમને આમંત્રણ આપુ છું
- 2014માં જે ગયો હશે એને વિશ્વાસ નહીં થાય, પણ મોદી હૈ તો મુમકિન હૈ
- ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદરીનાથમાં જાઓ, એનું ભવ્ય સ્વરૂપ
- ઉજૈન જાઓ, મહાકાલ જાઓ, ત્યાં પણ સ્થિતિ બદલાઈ.
- કોંગ્રેસ હોત તો રામમંદિર બનતું, કાશી બદલાતું
- મોદીજી અને અમિતજીએ 370 હટાવી
- કોંગ્રેસ હોત તો આ બધું થાય
- કોંગ્રેસ દેશની સુરક્ષા નાં કરી શકે, સૌથી મોટા મંચ પર દેશને નાં લાવી શકે
- કાલે રાષ્ટ્રગાન દરમિયાન ફિલ્મી ગીત વાગવા લાગ્યું હતું
- રાષ્ટ્રગાન નું સન્માન નથી કરી શકતા
- ગાંધીજીએ કહ્યું હતું, કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ
- હવે રાષ્ટ્રપિતાની ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે
- મોરબીની દરેક સીટ પર કમળ ખીલવું જોઈએ
- દેશની સુરક્ષા અને આસ્થાનું સન્માન એ માત્ર ભાજપ અને મોદી દ્વારા જ સંભવ છે
- અપીલ કરું છું કે, વાંકાનેરના ભાજપના ઉમેદવાર જિતુ સોમાણીને વિજયી બનાવો
- મોરબીમાં કાંતિ અમૃતિયા ઉમેદવાર છે
- ચૂંટણીમાં દરેક ઘરે જવું ઉમેદવાર માટે મુશ્કેલ છે
- કાર્યકરોએ ઉમેદવાર બનવું પડતું હોય છે
- આ લડાઈ રાષ્ટ્રવાદ vs આતંકવાદની છે
- દેશના સન્માન vs દેશના વિરોધીઓની છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નદ્દા આજે 175 નવસારી વિધાનસભા બેઠકથી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. નવસારી વિધાનસભા 27 વર્ષોથી ભાજપનો ગઢ છે, ત્યારે ભજપીઓ 1 લાખથી વધુ લીડથી જીત મેપવવાના વિશ્વાસ સાથે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવા થનગની રહ્યા છે.
જે. પી. નડડાનું સંબોધન
- સંસ્કાર નગરીમાં આવવાનો સૌભાગ્ય, પુણ્ય ભૂમિને નમન
- ઉનાઈ માતાજી, સ્વામીનારણ મંદિર ના નામ સાથે દેવી દેવતાઓને પ્રણામ કરી સ્પીચનો પ્રારંભ
- દેશની રાજનીતિને દિશા દેનારી ધરતી થી પ્રચારનો પ્રારંભ, સંતોની વિરોની ભૂમિ છે કહેવા માટે નહિ, પણ ઇતિહાસ સાક્ષી છે
- ગાંધીજી, સરદાર પટેલ, રાજનીતિની સંસ્કૃતિ બદલીને દેશ સેવાની વાત સાથે આગળ વધતા નરેન્દ્ર મોદી પણ આજ ધરતીના
- વિકાસની દ્રષ્ટિથી ગુજરાતે દેશ નહીં પણ દુનિયામાં સ્થાન સ્થાપિત કર્યું
- વિકાસની વાત કરીએ તો ગુજરાતની વાત
- જે પણ પક્ષો આવ્યા એમણે વોટબેન્કની રાજનીતિ કરી
- દેશમાં ભાજપા છે, જેણે મોદીજીના નેતૃત્વમાં સબકા સાથ, સબકા વિશ્વાસની વાતો કરી
- આદિવાસી ભાઈઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે કર્યું એ આજ દિન સુધી કોઈ સરકારે નથી કર્યુ
- ભારતના રાષ્ટ્રપતિ આદિવાસી હોય એવું વિચાર કેમ ન આવ્યો
- એમના વિચારો નીચા હતા
- પ્રથમ વાર અંનુસૂચિત જન જાતિ માંથી અને મહિલા રાષ્ટ્રપતિ
- મેં ફક્ત મત માંગવા નથી આવ્યો, સરકારની યોજના પર મહોર મારવા આવ્યો છું
- 70 વર્ષ માટે સસ્તા આરોગ્ય સેવા માટે રાહ જોવી પડી
- મંત્રી બન્યો ત્યારે મોદીજીએ મોટું વિચારવાની વાત કરી
- આયુષમાન કાર્ડ આવ્યો, અનેક દેશોની જનસંખ્યા મેળવીએ એટલા લોકોને વર્ષે મદદ
- ઘર પણ મળતા ન હતા, ઇન્દિરા અવસમાં 1 ઘર મળ્યુ તો અધિકારી ખુશ થતા હતા, પણ આજે લાખો ઘર બન્યા
- કોઈએ માસ્ક નથી પહેર્યા, અમેરિકા અને યુરોપ કોરોનામાંથી બહાર નથી નીકળ્યા
- ભારતે બે ડોઝ બુસ્ટર ડોઝ સાથે 219 કરોડ ડોઝ લગાવી દીધા છે, જેથી બધા માસ્ક વગર અને નજીક નજીક બેઠા છે
- 20 એપ્રિલે પ્રથમ કેસ આવ્યો અને 9 મહિનામાં બે ડોઝ વેકસીન બનાવી
- 100 વર્ષો પૂર્વે મહામારી આવી હરિ, ત્યારે સૌથી વધુ લોકો ભૂખમરાથી મર્યા હતા, આ વખતે સરકારે ગરીબ કલ્યાણ યોજના મફત અનાજ આપ્યુ
- કોંગ્રેસના નેતા ભારત જોડવા નીકળ્યા છે અને એમના કાર્યકર્તા તોડવાની વાત છે
- અફઝલ હમ શર્મિન્ડા હે તેરે કાતિલ જીંદા હે ના નારા લાગે છે, રાહુલ ગાંધી જાય ત્યારે ભારત તેરે ટુકડે ટુકડે હોંગે નારા લાગે
- બીજી પાર્ટી આવી, ઉત્તર પ્રદેશમાં ફાવ્યા નહીં, હિમાચલમાં જમાનત જપ્ત થશે
- વો ખાતે હે મેવા, હમ કરતે હે સેવા
- હમ કામ કરતે હે મિશન સે વો કરતે હે કમિશન સે
આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર માંગરોળ પહો્ચ્યા હતા. જ્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
અનુરાગ ઠાકુરનું સંબોધન
- મારા લોકો વચ્ચે આવ્યો છું
- પાંચ વખત જીતડયા છે તમે ગણપતસિંહ વસાવા ને તમે
- આ વખતે ગણપતસિંહ વસાવા માટે જીત નો છક્કો મારવાનો છે.
- જંગી બહુમતી સાથે જીતાદજો
- પવીત્ર ભૂમિ પર આવ્યો છું
- ગાંધી થી લઈ સરદાર અને નરેન્દ્ર મોદી આપ્યા એવી પવિત્ર ભૂમિ ને વંદન કરું પ્રણામ કરું
- ગુજરાત ની જનતા એ ભાજપ ને જીતાડી છે
- દ્વારકા ભગવાન ના દર્શન માટે પણ ગુજરાત આવવું પડે
- 2002 ની વાત આજ ના યુવાનો ને ખબર નઈ હશે
- આજ નો યુવક વિકાસ શીલ ગુજરાત જોઈ રહ્યો છે
- ડંગા મુક્ત ગુજરાત નરેન્દ્ર મોદી એ આપ્યું છર
- સિંચાઈ, રોડ, સહિત ના કામોમાં કોઈ જાત ભેદભાવ વગર કરવામાં આવ્યા
- દેશ માં નરેન્દ્ર મોદી અને ગુજરાત માં ભુપેન્દ્ર ભાઈ ની સરકાર કામ કરી છે
- વાયબ્રન્ટ ગુજરાત ની શરૂઆત નરેન્દ્ર મોદી એ કરી એ આજે દેશના તમામ રાજ્યો અપનાવી રહ્યા છે
- કોરોના વેકેશન માં વખતે એવો વિચાર હતો કે રસી આવશે કે નઈ
- પંરતુ નરેન્દ્ર મોદી એ દરેક ને મફત વેકસીન આપી છે
- મહામારી, ભૂખમરી થી દેશ ને નરેન્દ્ર મોદીએ બચાવ્યો છે
- એક દિવસ ની પણ રજા મોદીજી એ લીધી નથી
- ગુજરાત નો વિકાસ મતલબ ભારત નો વિકાસ
- ભારત નો આગળ વધારવા નો છે
- ગુજરાત જીતશે તો ભારત જીતશે
- દેશ નો સૌથી મોટો ડેમ સરદાર ડેમ નરેન્દ્ર મોદીજી બનાવ્યો
- સૌથી મોટી સરદાર ની મૂર્તિ એકતા નગર માં મોદીજી એ બનાવી
- 2014 ના મુકાબલે ખેડૂતો સારા ભાવ મળી રહ્યા છે
- 24 કલાક વીજળી આપવાનું કામ નરેન્દ્ર મોદીજી એ કર્યું
- કાશ્મીર માંથી કલમ દૂર કરવામાં આવી
- નરેન્દ્ર મોદીજી એ અમિત શાહે કલમ દૂર કરી
- આજે કાશ્મીર માં ઘરે ઘરે તિરંગો લહેરાય છે
- કોંગ્રેસ એ આદિવાસી ઓને યાદ નથી કર્યા
- પંરતુ જનજાતિ ગૌરવ દિવસ બિરસા મુંડા ની જન્મ જયંતિ થી મોદીજી એ યાદ કર્યા
- ગુજરાત ના ઓલિમ્પિક રમત વિરોને યાદ કર્યા
- દંગા મુક્ત બને ત્યારેજ વિકાસ કાર્યો થાય છે
- શાંતિ ત્યારેજ બને જ્યારે ભાજપ નું બટન દબાવો
- રામ મંદિર સહિત દેશના મંદિરો ના વિકાસ કાર્યો ને યાદ કર્યા
- વિકાસ માટે દરેક રીતે ગુજરાત નંબર વન છે
- કોંગ્રેસે કહ્યું હતું મોદીજી ચા વેચવારો છે
- ઘણું બધું કોંગ્રેસે કહ્યું
- પંરતું દેશ ની જનતા એ દેશ વેચાનાર ને નહિ પણ ચા વેચનાર ને પસંદ કર્યા છે
- મોદીજી ની દેશભક્તિ અને ઈમાનદારી પર કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે.
- આ વખતે પણ 150 થી વધુ સીટ જીતવી જોઈએ
- ગુજરાત ની વિધાનસભા ચૂંટણી માં એવી જીત હોવી જોઈએ કે 2024 ની જીત બ્યુગલ ફૂંકાઈ જવું જોઇએ
- કેન્દ્રીય માં મોટા ભાગ ના મંત્રીઓ ગુજરાત માંથી આવે છે
બીજી બાજુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોડીનારથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મુખ્યમંત્રી આજે માણાવદર, મોરબી અને સુરતમાં જાહેરસભા ગજવશે. કોડીનાર વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. જેમાં કોળીનાર ભાજપ ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા સંબોધી. કોડીનાર છારા ઝાપા મેદાનમાં જંગી જાહેરસભા યોજાઈ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંબોધન
ગીર સોમનાથ ના કોડીનારમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે સભા ગજવી. સીએમ ભુપેન્દ્ર પટેલે કોડીનાર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્ન વાજાને વિજયી બનાવવા કોડીનારના મતદારોને અપીલ કરી. સીએમ ભુપેન્દ્ર પટેલે સવારે 11 કલાકે કોડીનાર મા જાહેર સભા સંબોધતા કહ્યું કે નરેન્દ્ર ભાઈ મોદી એ વિકાસની રાજનીતી શરૂ કરી છે અને શિક્ષણ પાણી વીજળી આરોગ્ય જેવી સુવિધાઓ સરકારે આપી છે.નરેન્દ્ર ભાઈ મોદી નર્મદાના નીર થકી રાજ્યના છેવાડા સુધી પાણી પહોચાડ્યું છે અને તેમાં પણ ભારત અને દુનિયામાં ગુજરાત ને રોજગારી માટે પહેલી પસંદ બનાવ્યું છે જે જે કામોના ખાત મુહરતો થયા છે તેના લોકાર્પણ પણ અમેજ કરવાના છીએ કોરોના કાળ લમાં ભાજપ નાગરિકો ની સાથે ઉભું રહ્યું હતું અને નીતિ આયોગના આંકલનમા ગુજરાત નંબર વન છે.
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ સભા સંબોધતા જણાવ્યું કે, નરેન્દ્રભાઈ એ વિકાસ ની રાજનીતિ શરૂ કરી છે..
- શિક્ષણ, આરોગ્ય , પાણી , વીજળી ની સુવિધા સરકાર આપી રહી છે
- નરેન્દ્રભાઈ એ નર્મદા ના નીર થકી રાજ્ય ના છેવાળા સુધી પાણી પહોચાડ્યું છે
- ભારત દેશમાં અન્ય દેશો ને ધંધા રોજગાર માટે પહેલી પસંદ નું રાજ્ય ગુજરાત છે
- જે જે કામો ના ખાતમુહૂર્ત કર્યા છે તેના લોકાર્પણ પણ અમે જ કરીશું
- કોરોના કાળ ને યાદ કરતા કપરી પરિસ્થિતિ માં ભાજપ નાગરિકો સાથે ખડેપગે રહ્યા છે.
- કરોના પછી નું સૌથી મોટું બજેટ અમારી સરકારે આપ્યું છે
- નીતિ આયોગ ના આંકલન માં પણ ગુજરાત નંબર વન પર
- નરેન્દ્રભાઇ ની વિકાસ ની રાજનીતિ માં સહુ એ સહયોગ આપવા અનુરોધ કર્યો
ભુજપુર ખાતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું સંબોધન
કચ્છના મુન્દ્રામાં ભુજપુરમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાજપનો પ્રચંડ પ્રચાર કર્યો શિવરાજસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. શિવરાજસિંહે કહ્યું કે જે લોકો રામ મંદિરની આલોચના કરતા હતા તે લોકો હવે નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની ફોટો છાપવાની વાત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને માત્ર ભારતમાં જ પરંતુ વિશ્વસ્તરે અલગ ઓળખ અપાવી છે. આજે ભારતનો દિનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. ત્યારે કચ્છના ખેડૂતોને ખાતરી આપતા કહ્યું કે તમે ચિંતા ના કરો મધ્ય પ્રદેશથી નર્મદાનું પાણી સતત મળતું રહેશે. ગુજરાતના છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે..જેનાથી મધ્ય પ્રદેશને વીજળી પણ મળી રહી છે..
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને વિજેતા બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે મુન્દ્રા તાલુકાના ભુજપુર ખાતે માંડવી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અનિરુદ્ધભાઈ દવેના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ની ઝાટકણી કાઢી હતી આ જાહેર સભામાં તેમણે જણાવ્યું હતું કે જે લોકો રામ મંદિર ની આલોચના કરતા હતા તેવા લોકો હવે નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર છાપવાની ફેવર કરે છે.
નરેન્દ્ર મોદી એ ગુજરાતને માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું છે અને આજે ભારત પણ વૈશ્વિક રીતે ડંકો વગાડી રહ્યો છે તેમણે વિવિધ મુદે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની ઝાટકણી કાઢી હતી અને ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને નેતૃત્વમાં થયેલી કામગીરી વર્ણવી હતી તેમણે સરદાર સરોવર બંધનો ઉલ્લેખ કરી ગુજરાતને પાણી મળ્યું છે તો મધ્યપ્રદેશને વિજળી પ્રાપ્ત થઈ છે તમે કચ્છ સુધી કેનાલો બનાવી પાણી પહોંચાડયુ છે ત્યારે નર્મદાનુ પાણી મધ્ય પ્રદેશથી હંમેશા મળતુ રહેશે તેવી ખાતરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે