binsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત

બિનસચિવાલય પરીક્ષા (બિનસચિવાલય) રદ્દ કરવાની માંગ સાથે ચાલુ થયેલુ આંદોલન એક પ્રકારે હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે. ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતનાં નેતાઓ હવે આંદોલનમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ હવે આંદોલન સ્થળે બેસી વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગરનાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પણ ધીરે ધીરે એકત્ર થવા લાગ્યા છે. જેથી એક તબક્કા સાવ તુટી ચૂકેલું લાગતું આંદોલન પાછુ જામવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ ફરી એકવાર એકત્ર થવા લાગ્યા છે. અનેક વિદ્યાર્થીઓએ પ્રતીક ઉપવાસ શરૂ કરી દીધા છે. આ વિદ્યાર્થીઓને હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ ટેકો પણ જાહેર કર્યો છે. તેઓ હવે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ફરી એકવાર ધરણા પર બેસી ગયા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચ કરવા માટેનું પણ આવહાન કર્યું છે. તો બીજી તરફ, NSUIએ આજે રાજ્યભરની કોલેજો બંધનું એલાન કર્યું છે. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUIએ બંધના એલાનની જાહેરાત કરી છે. જેને લઈને હવે તમામ કાર્યકરો રાજ્યભરમાં કોલેજોને બંધ કરાવવા નીકળી પડ્યા છે. તો અનેક કોલેજોએ હોબાળો ન થાય તે ડરથી અગાઉથી શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે.

binsachivalay exam: NSUIનું રાજ્યભરની કોલેજ બંધનું એલાન, રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદ :બિનસચિવાલય પરીક્ષા (બિનસચિવાલય) રદ્દ કરવાની માંગ સાથે ચાલુ થયેલુ આંદોલન એક પ્રકારે હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે. ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતનાં નેતાઓ હવે આંદોલનમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ હવે આંદોલન સ્થળે બેસી વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગરનાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પણ ધીરે ધીરે એકત્ર થવા લાગ્યા છે. જેથી એક તબક્કા સાવ તુટી ચૂકેલું લાગતું આંદોલન પાછુ જામવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ ફરી એકવાર એકત્ર થવા લાગ્યા છે. અનેક વિદ્યાર્થીઓએ પ્રતીક ઉપવાસ શરૂ કરી દીધા છે. આ વિદ્યાર્થીઓને હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ ટેકો પણ જાહેર કર્યો છે. તેઓ હવે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ફરી એકવાર ધરણા પર બેસી ગયા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચ કરવા માટેનું પણ આવહાન કર્યું છે. તો બીજી તરફ, NSUIએ આજે રાજ્યભરની કોલેજો બંધનું એલાન કર્યું છે. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUIએ બંધના એલાનની જાહેરાત કરી છે. જેને લઈને હવે તમામ કાર્યકરો રાજ્યભરમાં કોલેજોને બંધ કરાવવા નીકળી પડ્યા છે. તો અનેક કોલેજોએ હોબાળો ન થાય તે ડરથી અગાઉથી શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે.

જિંદગી સામે જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, રાત્રે 11.40 કલાકે દમ તોડ્યો...

ગાંધીનગરમાં ચાલતા વિદ્યાર્થીઓ આંદોલનનો આજે ચોથો દિવસ છે. આંદોલનમાં કોંગ્રેસ પાંચ ધારાસભ્યો અને વિદ્યાર્થીઓ સાથે જોડાશે. ત્યારે વિદ્યાર્થીઓની એક જ માગ છે કે, બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા રદ કરો. ત્યારે આ આંદોલનમાં NSUIએ રાજ્યભરની કોલેજ બંધના એલાનની જાહેરાત કરી છે. ત્યારે NSUIના કાર્યકર્તાઓ એક બાદ એક કોલેજ બંધ કરવા પહોંચી રહ્યા છે, અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવી રહ્યાં છે. 

રાજકોટમાં કાર્યકર્તાઓની અટકાયત
રાજકોટમાં કોલેજ બંધ કરાવવા નીકળેલ NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. કણસાગરા મહિલા કોલેજ બંધ કરાવવા બદલ NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. 10 જેટલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. રાજ્યભરમાં NSUIએ બંધના એલાનને પગલે રાજકોટમાં પણ NSUIના કાર્યકર્તાઓએ કોલેજો બંધ કરાવી છે. નિર્મલા રોડ પર આવેલી કાંતિલાલ શેઠ ફિઝિયોથેરાપી કોલેજ બંધ કરવાનો NSUIએ પ્રયાસ કર્યો હતો. 

જામનગર 
જામનગરમાં NSUIએ કોલેજ બંધનું એલાન આપ્યું છે, NSUIના કાર્યકરો જામનગરની શહેરની જુદી જુદી કોલેજમાં પહોંચ્યા હતા અને કોલેજોમાં જઈ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની અપીલ કરી હતી. 

દાહોદ
દાહોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને એનેસયુઆઈ દ્વારા બંધ કરાવવામાં આવી છે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ક્લાસરૂમમાં જઈને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને હાંકલ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. કોલેજનો ઘંટ વગાડી કોલેજ બંધ કરાવવામાં આવી હતી. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ પણ અહીં તાત્કાલિક હાજર થઈ હતી. 

પાટણ 
આર્ટસ કોલેજ ખાતે બંદ કરાવવા આવેલ nsui અને કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પાટણ આર્ટસ કોલેજમાં બંધ કરાવવા આવેલ જિલ્લા પાસ કન્વીનર અને nsui જિલ્લા પ્રમુખ ની પોલીસે અટકાયત કરી છે. પાસ તેમજ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે ચારથી વધુ આગેવાનોની અટકાયત કરી છે. 

સાબરકાંઠા
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે બંધના એલાન બાદ હિંમતનગર વિવિધ કોલેજમાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે. જિલ્લા યુથ કૉંગ્રેસ વિવિધ કોલેજો બંધ કરાવવા માટે પહોંચ્યા હતા. ત્યારે હિંમતનગર એ-ડિવીઝન પોલીસે બંધ કરાવવા આવેલ 8 કાર્યકરોની અટકાયત કરી હતી. 

અરવલ્લી
બિનસચિવાલય પેપર લીક મામલે NSUIનો વિરોધ જોવા મળ્યો. અરવલ્લીમાં બાયડ આર્ટસ કોલેજ કાર્યકરોએ બંધ કરાવી હતી. તો સાથે જ NSUIના કાર્યકરો દ્વારા પરીક્ષા રદ કરવા નારેબાજી પણ કરાઈ હતી.

ભાવનગર
બિનસચિવાલય પરીક્ષા રદ્દ કરવાના મુદ્દે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ કોલેજ બંધ કરાવવામાં આવી. સાયન્સ કોલેજ બંધ કરાવવા ગયેલા 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે NSUI અને યુથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત પણ કરી છે. 

અમદાવાદ 
NSUI અને યુથ કોંગ્રેસનું કોલેજ બંધના જાહેરાતની પગલે અમદાવાદની અનેક કોલેજોમાં હોબાળાના ડરથી શૈક્ષણિક કાર્ય બંધ કરાયું છે. યૂથ કોંગ્રેસે એલ.ડી. આર્ટસ કોલેજ બંધ કરાવી હતી. બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે કાર્યકર્તાઓ અનેક કોલેજમાં પહોંચી રહ્યાં છે. એનએસયુઆઇએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ પણ બંધ કરાવી છે.

તો બીજી તરફ વિદ્યાર્થીઓ સાથે વાત કરી તો કેટલાક વિદ્યાર્થીઓ બંધના સમર્થનમાં હતા. તેઓએ કહ્યું કે, જો ભણ્યા બાદ સેટિંગવાળા વિદ્યાર્થીઓને નોકરી ન મળવાની હોય તો અભ્યાસનો કોઈ મતલબ નથી. અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે, સરકાર અને સિસ્ટમ સામે વિરોધ કરાવવાના અનેક રસ્તા હોય છે, પણ કોલેજો બંધ ના કરાવવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news