બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા આપનાર ખાસ વાંચી લે આ સમાચાર, ફેરફાર કરાયેલા કેન્દ્રોનું લિસ્ટ જાહેર

રાજ્યભરમાં 17 નવેમ્બરે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk) અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ (Office Assistant examination) ની પરીક્ષા માટે અમદાવાદના 515 માંથી 18 પરીક્ષા કેન્દ્રો (Exam center) માં ફેરફાર કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રના સંચાલકો સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. 
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા આપનાર ખાસ વાંચી લે આ સમાચાર, ફેરફાર કરાયેલા કેન્દ્રોનું લિસ્ટ જાહેર

અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યભરમાં 17 નવેમ્બરે યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk) અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ (Office Assistant examination) ની પરીક્ષા માટે અમદાવાદના 515 માંથી 18 પરીક્ષા કેન્દ્રો (Exam center) માં ફેરફાર કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રના સંચાલકો સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. 

અગાઉ આ પરીક્ષા 20 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી, પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ 17 નવેમ્બરના રોજ જાહેર કરાઈ હતી. નવી તારીખ પર કેટલીક શાળાઓમાં અગાઉથી કેટલાક કાર્યક્રમો નક્કી હોવાથી છેલ્લી ઘડીએ અમદાવાદના 18 પરીક્ષા કેન્દ્ર બદલવાની તંત્રને ફરજ પડી છે. બદલાયેલા પરીક્ષાની કેન્દ્રની માહિતી ઉમેદવારોએ gsssb.gujarat.gov.in પરથી પોતાના સીટ નંબરના માધ્યમથી મેળવવાની રહેશે તેવું ડીઈઓ કેતન વ્યાસે જણાવ્યું. 

માત્ર અમદાવાદમાંથી જ 1.68 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે સંચાલકોને બેઠકમાં સ્પષ્ટ સૂચના અપાઈ કે એક મિનિટ પણ મોડા આવનાર ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ ન આપવામાં આવે. ક્લાસ રૂમમાં સુપરવાઈઝરને પણ મોબાઈલ સાથે ન રાખવા સ્પષ્ટ સૂચન કરાયું છે તો સાથે જ 14 તારીખે શાળામાં વેકેશન પૂર્ણ થતું હોવાથી CCTV ફરજિયાત ચેક કરવા ચેતવણી અપાઈ છે. CCTV નથી એવા કેન્દ્ર પર તકેદારી અધિકારીની નિમણૂંક પણ કરાઈ છે. તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રના CCTV ગાંધીનગર ખાતે બીજા દિવસે જ મંગાવી લેવાશે. ઉમેદવારથી OMR માં ભૂલ થાય તો અન્ય OMR ન આપવા પણ આદેશ કરાયો છે.

બપોરે 12 વાગ્યાથી 2 વાગે સુધી લેવાનારી આ પરીક્ષામાં ઉમેદવારોને 11 વાગ્યાથી પ્રવેશ અપાશે. ખાલી પડેલી 3771 જગ્યા માટે રાજ્યભરમાંથી 10.45 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે ત્યારે આ પરીક્ષામાં ધોરણ-12 પાસ અને ગ્રેજ્યુએટ યુવાનોએ મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. 

  • અમદાવાદના બદલાયેલા 18 પરીક્ષા કેન્દ્રની વિગત :

1). કામેશ્વર વિદ્યાવિહાર, જોધપુરના બદલે સરકારી પોલિટેકનિક, યુનિટ-1, આંબાવાડી નવું કેન્દ્ર
2). કામેશ્વર ઇંગ્લિશ સ્કૂલ, જોધપુરના બદલે સરકારી પોલિટેકનિક, યુનિટ-2, આંબાવાડી નવું કેન્દ્ર
3). નારાયણગુરુ વિદ્યાલય, સેટેલાઇટના બદલે સહજાનંદ કોમર્સ કોલેજ, યુનિટ-1, આંબાવાડી નવું કેન્દ્ર
4). નારાયણગુરુ વિદ્યાલય, સેટેલાઇટના બદલે સહજાનંદ કોમર્સ કોલેજ, યુનિટ-2, આંબાવાડી નવું કેન્દ્ર
5). બીજે પટેલ ઉમિયા બીબીએ કોલેજ, સોલાના બદલે એસએસ ડિવાઇન સ્કૂલ, યુનિટ-1, સોલા નવું કેન્દ્ર
6). એમજી સાયન્સ કોલેજ, નવરંગપુરાના બદલે એલએમ કોલેજ ઓફ ફાર્મસી, નવરંગપુરા નવું કેન્દ્ર
7). એમજી સાયન્સ કોલેજ, નવરંગપુરાના બદલે એલડી એન્જિનિયરિંગ કોલેજ, નવરંગપુરા નવું કેન્દ્ર
8). કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના બદલે એલડી એન્જિ. કોલેજ, નવરંગપુરા નવું કેન્દ્ર
9). કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના બદલે એલડી એન્જિ. કોલેજ, નવરંગપુરા નવું કેન્દ્ર
10). કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના બદલે એલડી એન્જિ. કોલેજ, નવરંગપુરા નવું કેન્દ્ર
11). કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના બદલે એલડી એન્જિનિ. કોલેજ, નવરંગપુરા નવું કેન્દ્ર
12). અંકુર હાઈસ્કૂલ, ફતેહનગર પાલડીના બદલે સરકારી પોલિટેકનિક કોલેજ ફોર ગર્લ્સ નવું કેન્દ્ર
13). પીડી પંડ્યા મહિલા કોલેજ, વટવાના બદલે શમ્સ ઉર્દૂ હાયર સેકેન્ડરી સ્કૂલ, રખિયાલ નવું કેન્દ્ર
14). એફડી હાઈ સ્કૂલ ફોર બોય્ઝ, જમાલપુરના બદલે જેસી શાહ પ્રકાશ હાઈ સ્કૂલ, રીલિફ રોડ નવું કેન્દ્ર
15). એફડી હાઈ સ્કૂલ ફોર બોય્ઝ, જમાલપુરના બદલે જેસી શાહ પ્રકાશ હાઈ સ્કૂલ, રીલિફ રોડ નવું કેન્દ્ર
16). વિવેકાનંદ કોલેજ, રાયપુર દરવાજાના બદલે અરોમા કોલેજ ઓફ કોર્મસ, ઉસ્માનપુરા નવું કેન્દ્ર
17). વિવેકાનંદ કોલેજ, રાયપુર દરવાજાના બદલે અરોમા કોલેજ ઓફ કોર્મસ, ઉસ્માનપુરા નવું કેન્દ્ર
18). જીજીઆઈ કેન્ટોનમેન્ટ હાઈસ્કૂલ, શાહીબાગના બદલે અંકુર હિન્દી હાઈ સ્કૂલ, અમરાઇવાડી નવું કેન્દ્ર

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news