નાગરિકો માટે સૌથી મોટા રાહતના સમાચાર: ગભરાવાની જરૂર નથી ઓગષ્ટની આ તારીખથી ચોમાસુ ફરી સક્રિય થશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા રિસાયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ખેતી તો ટીક પીવાના પાણીના પણ ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. 60 ટકાથી વધારે ડેમો તળીયા ઝાટક છે અથવા તો તળીયા ઝાટક થવાની નજીકમાં છે. તેવામાં ગુજરાત સામે દુષ્કાળની સ્થિતિનું સંકટ મોઢુ ફાડીને ઉભુ છે. બીજી તરફ ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. જો કે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થઇ રહ્યું છે.

નાગરિકો માટે સૌથી મોટા રાહતના સમાચાર: ગભરાવાની જરૂર નથી ઓગષ્ટની આ તારીખથી ચોમાસુ ફરી સક્રિય થશે

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા રિસાયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ખેતી તો ટીક પીવાના પાણીના પણ ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. 60 ટકાથી વધારે ડેમો તળીયા ઝાટક છે અથવા તો તળીયા ઝાટક થવાની નજીકમાં છે. તેવામાં ગુજરાત સામે દુષ્કાળની સ્થિતિનું સંકટ મોઢુ ફાડીને ઉભુ છે. બીજી તરફ ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. જો કે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થઇ રહ્યું છે. જો કે આ આગાહી એક ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવી છે. 17 અને 18 ઓગષ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

ખાનગી હવામાન એજન્સીએ કરેલી આગાહી અનુસાર 17 ઓગષ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે 17 અને 18 ઓગષ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છુટોછવાયો વરસાદ થઇ શકે છે. આ સાથે 21 અને 23 ઓગષ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. વરસાદ ખેંચાતા 1 જુનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે. 

સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું સરકારે પણ સ્વિકાર્યું છે. ગુજરાત સાથે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, વરસાદ ખેંચાવાના કારણે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી છે. ઉભો પાક બળી રહ્યો છે. અનેક ડેમ ખાળી ખમ છે. નદી નાળા સુકાઇ રહ્યા છે. તેવામાં ગુજરાત સરકાર પણ ચિંતામાં જોવા મળી રહી છે. તેવામાં મહત્વનું છે કે, હવે વરસાદ નહી આવે તો રાજ્યની સ્થિતિ કફોડી થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news