સૌથી મોટા સમાચાર; યુવરાજસિંહ જાડેજાની 9 કલાકની પૂછપરછ બાદ અટકાયત, પુછપરછમાં મોટા ખુલાસા

ZEE 24 કલાક પર EXCLUSIVE માહિતી મળી છે કે યુવરાજસિંહની ધરપકડની શક્યતા છે. 8 કલાકથી વધુ સમયથી યુવરાજસિંહની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન પોલીસે અનેક મહત્વની માહિતી મેળવી લીધી છે.

સૌથી મોટા સમાચાર; યુવરાજસિંહ જાડેજાની 9 કલાકની પૂછપરછ બાદ અટકાયત, પુછપરછમાં મોટા ખુલાસા

ઝી બ્યુરો/અમદાવાદ: ડમીકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા હાલ ખુબ ચર્ચામાં છે, ત્યારે યુવરાજસિંહ અંગે ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર સામે આવી રહી છે. ZEE 24 કલાક પર EXCLUSIVE માહિતી મળી છે કે યુવરાજસિંહની અટકાયત કરી લેવામાં આવી છે. સતત 9 કલાકથી યુવરાજસિંહની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન પોલીસે અનેક મહત્વની માહિતી મેળવી લીધી છે. પોલીસે યુવરાજસિંહ સામે કલમ 388, 120 B અને 114 હેઠળ ફરિયાદ નોંધી છે અને ત્યારબાદ અટકાયત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું અને યુવરાજસિંહ આજે હાજર થયો હતો.  મહત્ત્વનું છે કે, છેલ્લા ઘણાં કલાકોથી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 પોલીસે મેળવેલી માહિતીના આધારે યુવરાજસિંહ સામે ફરિયાદ દાખલ કરીને અટકાયત કરવામાં આવી છે. મોડી રાત સુધીમાં ભાવનગર પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. યુવરાજસિંહની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. PK પાસેથી યુવરાજસિંહે શું મેળવ્યું હતું તેનો પણ ખુલાસો થયો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 21, 2023

નોંધનીય છે કે, ભાવનગર ડમીકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા આજે પોલીસ સમક્ષ હાજર થયા છે અને તેમની 8 કલાકથી વધુ સમય વિતી ગયા બાદ પણ પુછપરછ ચાલી રહી છે. PK પાસેથી યુવરાજસિંહે શું મેળવ્યું હતું તેનો પણ ખુલાસો થયો છે. મોડી રાત સુધીમાં ભાવનગર પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. 

યુવરાજસિંહના SOG સમક્ષ હાજર વિસ્ફોટક નિવેદન
રાજ્યના બહુચર્ચિત ડમી ઉમેદવાર કાંડ મામલે આજે એસ.ઓ.જી નું તેડું મળતા યુવરાજસિંહ જાડેજા એસ.ઓ.જી સમક્ષ હાજર થયા હતા. હાજર થતા પૂર્વે તેમણે ભીડભંજન મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યુવરાજસિંહ ભીડભંજન મંદિરે થી ચાલતા એસઓજી કચેરી પહોચ્યા હતા. જયારે તેમની સાથે સ્થાનિક આપ પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા. તેમજ નવાપરા એસ.ઓ.જી કચેરી ની બહાર પ્રેસ યોજી વિસ્ફોટક આક્ષેપો કર્યા હતા. તેમજ તેમને કોઈ ને કોઈ બહાને મારી નાખવામાં આવશે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી. 

આજરોજ યુવરાજસિંહ ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ હાજર થવા માટે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ જતા પહેલા યુવરાજસિંહે પત્રકારોને સંબોધન કરતા કેટલાક સણસણતા આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કેટલાક પૂર્વ મંત્રી અને હાલના નેતાઓની પણ સંડોવણી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ મારું નિવેદન નોંધવા સમન્સ કાઢે છે. તો આ પૂર્વ શિક્ષણ મંત્રી સહિતના અન્ય મંત્રીઓના સમન્સ પણ કાઢી નિવેદન નોંધે તે જરૂરી છે. સાથે જ તેમણે કહ્યું કે અવધેશ, અવિનાશ અને અસિત વોરાનું પણ સમન્સ નિકળવું જોઈએ. હાલ હું પોલીસ સમક્ષ 30 નામ લઈને જઈ રહ્યો છું. પરંતુ હજુ 100 જેટલા નામ આપવા માટે સક્ષમ છું. હું પોલીસ સમક્ષ હાજર થઈ જવાબ લખાવીશ તેમાં પૂર્વ મંત્રીઓ, પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન કેટલાક મંત્રીઓના પણ નામ આવશે. 

તેમણે ઉમેર્યું હતું કે, MPHWની ભરતીમાં ગેરરીતિ મામલે આર.એમ. પેટલનું પણ અમે સ્ટિંગ ઓપરેશન આપ્યું હતું. છતાં પણ હજુ સુધી આર.એમ. પટેલ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અરવલ્લીના બાયડમાં ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી સહિત કેટલાક ભાજપના આગેવાનોના નામ આપ્યા હોવા છતાં પણ આજસુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જે ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓ કે જે કૌભાંડમાં સામેલ છે તેને સરકાર છાવરતી હોવાની વાત તરફ ઈશારો કરે છે. 

યુવરાજસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, મારા વિરૂધ્ધ રાજકીય રાગદ્વેષથી કિન્નાખોરી રાખી કાર્યવાહીનો કારસો ઘડવામાં આવ્યો છે. પોલીસે મને આરોપના આધારે સમન્સ પાઠવ્યું છે ત્યારે હું પોલીસ સમક્ષ તમામ નેતાઓ અને પૂર્વ મંત્રીઓના પણ ખુલાસા કરીશ. જો પોલીસ મને નિવેદન માટે બોલાવી તપાસ કરી રહી હોય તો પોલીસે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવું જોઈએ. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ આક્ષેપ કર્યો હતો કે, અમે કેટલાક પુરાવા હર્ષ સંઘવીને પણ આપ્યા હતા. પરંતુ હાલ સુધી તે મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. 

ભાજપ પર આરોપ કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં રાજ્યમાં બિનસચિલાયથી માંડી લગભગ તમામ આંદોલનો કર્યા તે માટે ભાજપના નાકમાં દમ આવી ગયો હતો. તેમણે મને ભાજપમાં સમાવી લેવા માટે પ્રયાસો પણ કર્યા પરંતુ હું ભાજપમાં નહીં જોડાતા હવે રાજકીય ષડયંત્રની શરૂઆત થઈ છે. યુવરાજસિંહે જાન પર જોખમ હોવાની વાત કરતા કહ્યું હતું કે, આજે નહીં તો કાલે મને પતાવી દેવામાં આવશે. મને હિટ એન્ડ રન કે અન્ય રીતે મારી હત્યા કરી નાખવામાં આવશે. પોલીસ મારી તપાસ કરી રહી છે તે જ પ્રકારે હું જે નામ આપું તે તમામની તપાસ કરવામાં આવે તેવી મને આશા છે. પરંતુ આજ સુધી મારા પુરાવા પર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. 

ઘોરણ 10 અને 12ની નકલી માર્કશીટ મામલે તેમણે જણાવ્યું હતું કે નિલેશ પનોત દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ મારા નિવેદનો બાદ હવે હકીકતમાં પોલીસ કામગીરી કરશે કે પછી રાજકીય ઈશારે લોકોને છાવરવામાં આવશે. અને અંતે યુવરાજસિંહ હાજર તો થયા છે જેની ધરપકડ કરવામાં આવશે કે કેમ એ સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. હાલ તો એસ.ઓ.જી કચેરી ખાતે તેઓની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે જે સાંજ સુધી ચાલે એવી પૂરી શક્યતા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news