પશુપાલકોને અમૂલે આપી સૌથી મોટી ખુશખબર: દૂધના ખરીદ ભાવમાં કર્યો મોટો વધારો, જાણી લો નવો ભાવ
Amul Dairy: લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર, અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 30નો વધારો કરાયો છે, 11 ઓગસ્ટથી પ્રતિકિલો ફેટ 850 રૂપિયા ચુકવવામાં આવશે
Trending Photos
ઝી બ્યુરો/ખેડા: આણંદનાં ખેડા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંધ અમૂલ ડેરી દ્વારા પશુપાલકો માટે દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી આનંદનાં સમાચાર સાથે સ્વાતંત્ર્ય પર્વની ભેટ આપી છે.
આણંદની અમૂલ ડેરી ખાતે અમૂલ ડેરીનાં ચેરમેન વિપુલ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમૂલ દ્વારા દૂધનાં ખરીદ ભાવ પ્રતિ કિલો અગાઉ 820 આપવામાં આવતા હતા. જેમાં 30 રૂપિયાનો વધારો કરી હવે દૂધનો નવો ખરીદ ભાવ 850 રૂપિયા ચુકવવામાં આવશે. ગાયના દૂધમાં પણ પ્રતિકિલો ફેટે 13.70 રૂપિયાનો વધારો કરાયો છે. 11 ઓગષ્ટની સવારથી દૂધનો નવો ખરીદભાવ અમલમાં આવશે. આ ભાવ વધારાથી અમૂલ સાથે સંકળાયેલા આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાનાં ચાર લાખ પશુપાલકોને ફાયદો થશે.
અમૂલ દ્વારા ભેંસનાં દૂધમાં પ્રતિ લીટર 1.85થી 2.16 રૂપિયાનો વધારો, જયારે ગાયનાં દૂધમાં પ્રતિલીટર 1.29 થી 1.36 રૂપિયાનો વધારો અપાયો છે. હાલમાં દૂધના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ધાસચારાનાં ભાવ પણ વધ્યા છે, તેવા સમયે ખેડુતોને પશુપાલન વ્યવસાયમાં પોષણક્ષમ ભાવ મળે અને તેઓ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા રહે તે માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે