PM મોદીની એન્ટ્રીથી મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ ભાજપને આપ્યુ સમર્થન

Rajput Samaj Supports BJP : ક્ષત્રિયોના આંદોલન વચ્ચે રાજવીઓની રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક પૂર્ણ, 45 જેટલાં રાજવીઓએ ભાજપને જાહેર કર્યુ સમર્થન, રાજવીઓના વિઝન પ્રમાણે પીએમ મોદી કરી રહ્યા છે કામકાજ 

PM મોદીની એન્ટ્રીથી મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ ભાજપને આપ્યુ સમર્થન

Rupala Controvery : પીએમ મોદીની એન્ટ્રીથી ગુજરાતમાં મેદાન શાંત થયું છે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર ગુજરાતના 45 જેટલા રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. આજે રાજકોટના રણજીત વિલાસ ખાતે રાજવીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભાજપને સમર્થન જાહેર કરાયું છે. 

આજે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ચિંતન શિબિર મળી હતી. રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્રના 45 જેટલા રાજવીઓ એકઠા થયા હતા. કચ્છના રાજમાતા, ભાવનગરના રાજવી, ગોંડલના હિમાંશુસિંહજી સહિતના રાજવીઓએ પોતાના મંતવ્ય રજૂ કરાયા હતા. આ ચિંતન શિબિરના અંતે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને સમર્થન આપવાની જાહેરાત કરાઈ હતી. 

પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું હતું કે, આપણા રાજવીઓ જે પ્રમાણે જે વિઝનથી કાર્ય કરતા હતા તે જ પ્રમાણે મોદી કરી રહ્યા છે. રાષ્ટ્રથી મોટું કંઈ નથી. કચ્છના મહારાણી પણ તરફેણમાં છે. રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી કોઈપણ વાદ વિવાદમાં ન પડવું જોઈએ. તો સાથે જ, કચ્છ, ભાવનગર, વાંકાનેર, ગોંડલ, દેવગઢ બારીયા, બાલાસિનોર, દાંતા સ્ટેટ, પાલિતાણા, સાણંદ, જસદણ, વિરપુર, વલભીપુર, ઢાંક, બજાણા, દેવપુર, નલિયા, ચોટીલા, ગૌરીદડ, ચોટીલા કોઠારીયા, રાજપરા, બાબરા, બીલખા, કાનપુર, માખાવડ, સાપર, મેંગણી અને પાળીયાદ સહિતના સ્ટેટના રાજવીઓએ પત્રના માધ્યમથી નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. 

તો બીજી તરફ, ગુજરાતની સૌથી ચર્ચિત રાજકોટ લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર એ પણ છે કે, પરસોત્તમ રૂપાલાએ કરી લેઉઆ પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. તેઓએ પાટીદાર ઉદ્યેોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જાણીતા ઉદ્યોગપતિ અને બાલાજી વેફર્સના માલીક ચંદુભાઈ વિરાણીના ઘરે આ બેઠક યોજી હતી. જેમાં વિઠ્ઠલ ભાઈ ધડુક ,વલ્લભ ભાઈ સતાણી , દુષ્યંતભાઈ ટીલાળા, આકાશ વેકરીયા, સંભુભાઈ પરસાણા, કિશોરભાઈ પાંભર, પરેશ ગજેરા સહિતના અનેક ઉધોગપતિઓ હાજર રહ્યા હતા. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. ત્યારે રાજકોટ લોકસભામાં લેઉવા પટેલ નિર્ણાયક મતદારો સાબિત થાય છે. લેઉવા પટેલ સમાજ સાથેની બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તો રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના લેઉવા પાટીદાર સમાજના અગ્રણી ધનસુખ ભંડેરી ઉપસ્થિત રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news