રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 6 સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયા

Rajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારનું મોટું એક્શન, 6 જવાબદાર સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 6 સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયા

Rajkot Fire Tragedy : રાજકોટના આગકાંડમાં 28 લોકો હોમાયા બાદ હવે સરકાર જાગી છે. સરકાર પર સવાલ ઉઠતા જ મોટું એક્શન લેવાયું છે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, આરેએન્ડબીના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ પોલીસના બે સિનિયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. આમ, કુલ 65 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે રિવ્યૂ બેઠકમાં આ કાર્યવાહી કરી છે. સીટની ટીમ હજી પણ રાજકોટમાં છે. પહેલીવાર સરકારે સરકારી બાબુઓ પર એક્શન લીધું છે. 

રાજકોટ TRP ગેમઝોન હત્યાકાંડમાં મોટી કાર્યવાહી..!
 

  • જયદિપ ચૌધરી આસિ. એન્જિનીયર, RMC
  • આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી પણ સસ્પેન્ડ
  • એમ.આર.સુમા નાયબ કાર્યપાલક ઈજનેર, R&B
  • ગૌતમ ડી.જોશી, આસિ. ટાઉન પ્લાનર, RMC
  • વી.આર.પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ તાલુકા પોલીસ
  • PI એન.આઈ. રાઠોડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે  રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરિક્ષણ કર્યું હતું, તથા આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની  સુચનાઓ આપી હતી, જેને પગલે રાજ્ય સરકારે ૬ અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજમોકુફી(સસ્પેન્શન)ના આદેશો કર્યા છે. રાજકોટમાં TRP ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલિસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના ૬ અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

કોને કોને સસ્પેન્ડ કરાયા

રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારે મોટું એક્શન લીધું છે. આ ઘટના માટે જવાબદાર આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિ. એન્જિનયર સસ્પેન્ડ કરાયા છે. સાથે જ R&B વિભાગના ડે. એન્જિનિયર પણ સસ્પેન્ડ કરાયા છે. તો રાજકોટ પોલીસના બે સિનિયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. ગઈકાલે રાતે મુખ્યમંત્રીની રિવ્યું બેઠક બાદ એક્શન લેવાયું છે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ કરી કાર્યવાહી મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. SITની ટીમ હજુ પણ રાજકોટમાં છે. ત્યારે હજુ મોટા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની શ્કયતા છે. અધિકારીઓની ભૂલ અંગે તપાસનો રિપોર્ટ સોંપાશે. 

મોડી રાત સુધી બે ઉંચા અધિકારીઓની પૂછપરછ કરાઈ
IPS સુભાષ ત્રિવેદી અને IAS બંછાનિધી પાનીના ખાસ તપાસ દળ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ પોલીસ કમિશનરની પણ પુછપરછ થઈ છે. આ બંનેને રાતે અઢી વાગ્યા સુધી બેસાડી રાખવામા આવ્યા હોવાની માહિતી ઉપલબ્ધ થઇ રહી છે.

પહેલીવાર સરકારે પગલું ભર્યું
દરેક દુર્ઘટના બાદ સરકાર હંમેશા નિવેદન આપતી હતી કે, કોઈ ચમરબંધીને નહિ છોડાય. પરંતુ દરેક ઘટનાના આરોપીઓ જામીન પર મુક્ત થઈ જતા હતા. ન તો કોઈ જવાબદાર સરકારી અધિકારીઓ પર એક્શન લેવાતું હતું. પહેલીવાર ગુજરાતમાં કોઈ દુર્ઘટના પર સરકારી અધિકારીઓ પર મોટું એક્શન લેવાયું છે. 

સ્પેશિયલ કેસમાં હાઈકોર્ટમાં વહેલી સવારે સુનાવણી શરૂ થઈ 
રાજકોટની ઘટનાને પગલે આજે હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. સ્પેશિયલ કેસમાં તાત્કાલિક સુનાવણી થઈ રહી છે. ઘટનાની ગંભીરતાને પગલે વહેલી સુનાવણી હાથ ધરાઈ છે. મહત્વનું છે કે, રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અને તેમાં 28 જિંદગીઓ હોમાયાની ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો લીધો છે. આ ઘટનાના અત્યંત ગંભીર ગણાવી કોર્ટે રવિવારે પણ સુનાવણી કરી હતી અને આજે ફરી આ કેસની સુનાવણી થઈ રહી છે. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ. દેસાઈની ખંડપીઠ સુનાવણી કરી રહ્યા છે. જે દરમિયાન તેમણે આ અગ્નિકાંડને માનવસર્જિત ઘટના ગણાવી અને અક્ષમ્ય કહ્યું.  સાથે જ આ મામલે વિગતવાર ખુલાસો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટે રાજ્યના અન્ય ગેમિંગ ઝોનને પણ જાહેર સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા છે.

અગ્નિકાંડના સીસીટીવી આવ્યા સામે 
રાજકોટ TRP ગેમ ઝોનના અગ્નિકાંડના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી ફુટેજ દુર્ઘટનાના મોટા પુરાવા બની રહ્યાં છે. જેમાં વેલ્ડીંગ કરતા સમયે આગ લાગી હોવાનું દેખાયું છે. વેલ્ડીંગના તણખા ખરતા સીસીટીવીમાં દેખાયા છે. આગ ઓલવવા માટે TRPનો સ્ટાફ જહેમત કરતો પણ જોવા મળ્યો, પરંતું લાકડાની પ્લાય પર તણખા પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વેલ્ડીંગના તિખારા ઝરતા આ આગ લાગી હતી. તિખારા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઇ ગઇ હતી.

ગોંડલના સત્યપાલસિંહ જાડેજાડાના DNA મેચ થતા અંતિમ સંસ્કાર કરાયા 
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં હવે મૃતકોના DNA સેમ્પલના રિપોર્ટ આવી રહ્યાં છે. હાલના અપટેડ અનુસાર, ત્રણ લોકોના DNA સેમ્પલ મેચ થયા છે. સત્યપાલસિંહ જાડેજા, સુનિલ હસમુખલાલ સિદ્ધપુરા, જિજ્ઞેશ કાળુભાઈ ગઢવીના DNA સેમ્પલ મેચ થયા છે. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ખરેડાના DNA મેચ થતા વહેલી સવારે પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભારે હૈયે સત્યપાલસિંહને વિદાય અપાઈ હતી. જાડેજા પરિવારના નાના દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news