ગુજરાત ATSને મોટી સફળતા; અમદાવાદના એક મકાનમાંથી નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું

ATS દ્વારા સરખેજ ફતેવાડી વિસ્તારમાં રેડ કરી 4 આરોપીઓ સાથે નકલી નોટો, પ્રિન્ટિંગ કરવા માટેના પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.

ગુજરાત ATSને મોટી સફળતા; અમદાવાદના એક મકાનમાંથી નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત ATS દ્વારા ભારતીય ચલણી દરની રૂપિયા 48000ની નકલી નોટો પકડવામાં આવી છે. ATS દ્વારા સરખેજ ફતેવાડી વિસ્તારમાં રેડ કરી 4 આરોપીઓ સાથે નકલી નોટો, પ્રિન્ટિંગ કરવા માટેના પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.

ગુજરાત ATS દ્વારા સરખેજમાં ફતેવાડી વિસ્તારમાંથી એક મકાનમાં 4 લોકો ભેગા મળી મૂળ ભારતીય ચલણી નોટો જેમાં 500 ની દરની નકલી નોટો કુલ 48000 ની કબ્જે કરવામાં આવી છે. આ આરોપીઓ એ 500 ની એક સાઈડની 26 નોટો છાપી હતી તે નોટો સાથે એક અસલી નોટ, પ્રિન્ટિંગ મશીન, કોરા કાગળો, તથા સહી , પેપર કટર તથા લીલા રંગની પટ્ટીની રીલ, ફૂટપટ્ટી સહિતનો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યા છે. 

આરોપીઓ આરીફ મકરાણી, ફૈઝાન મોમીન, મુજમીલ ઉર્ફે મુજજો શેખ અને અસલમ ઉર્ફે રિસ્કી શેખ ને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ તમામ આરોપીઓ એકજ વિસ્તારમાં રહે છે અને અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે હાલ તો Ats દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news