સુરત એરપોર્ટ અંગે સીઆર પાટીલનું મોટું નિવેદન, 'રોજની 100 જેટલી ફ્લાઈટ ઓપરેટ કરાશે'

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં સીઆર પાટીલે આ નિવેદન આપ્યું છે.

 સુરત એરપોર્ટ અંગે સીઆર પાટીલનું મોટું નિવેદન, 'રોજની 100 જેટલી ફ્લાઈટ ઓપરેટ કરાશે'

ઝી બ્યુરો/સુરત: સુરત ડાયમંડ સીટીનું નામ ટેક્સ્ટાઇલ સિટી તરીકે દેશ જ નહીં વિદેશમાં પણ ખુબ જ પ્રચલિત છે. ત્યારે સુરત એરપોર્ટ અંગે ભાજપના સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું છે કે આગામી સમયમાં દૈનિક 100 જેટલી ફ્લાઈટ ઓપરેટ થાય તેવું આયોજન કરાશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો દેશના 100 શક્તિશાળી વ્યક્તિઓમાં સમાવેશ થતા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સુરત એરપોર્ટને લઈને સી.આર પાટીલનું નિવેદન ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે સી આર પાટીલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સુરત એરપોર્ટમાં દરરોજ 100 જેટલી ફ્લાઈટ ઓપરેટ થાય તેવું આયોજન કરાશે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં સીઆર પાટીલે આ નિવેદન આપ્યું છે.

મહત્વનું છે કે, તાજેતરમાં ઈન્ડિયન એક્સપ્રેસ અખબારે 2023 માટે 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. મઝાની વાત એ છે કે ઈન્ડિયન એક્સપ્રેસના શક્તિશાળી વ્યક્તિની યાદીમાં સીઆર પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સતત બીજી વખત પાટીલનો આ યાદીમાં સમાવેશ થયો છે. ગુજરાતમાં 156 બેઠકો પર જીત બાદ પ્રથમ વખત યાદી જાહેર થઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસની યાદીમાં પાટીલનો 46મો ક્રમાંક મેળવ્યો છે. આ સિવાય જાણો આ યાદીમાં સ્થાન મેળવનાર વડાપ્રધાનના ટોપ-5 કોણ છે.

100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં પાટીલ 46માં ક્રમાકે
સી.આર.પાટીલે મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપી પેજ સમિતિના શસ્ત્રથી તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સી.આર.પાટીલે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખથી વધુ મતોથી જંગી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં ખૂબ સક્રિય રહે છે જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. 

સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં મજબૂત સંગઠન શક્તિના કારણે તેઓને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઇ 2022માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. પાટીલે પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજયના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા. તેમજ મતદારો પ્રત્યે ડોર ટુ ડોટ કાર્યકરો સંપર્કમાં રહે તે પ્રયાસ માટે પેજ સમિતિની રચના કરી. જે આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ પેજ સમિતિના કાર્યને બીરદાવ્યું છે અને દેશભરમાં કાર્યરત કરવામાં આવ્યું છે. 

પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી સી.આર.પાટીલની મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપ્યું. પેજ સમિતિના સશ્ત્રથી તમામ ચૂંટણી જેવી તે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા છે. જેનો લાભ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પક્ષને ભવ્યથી ભવ્ય જીત થઇ કે જે કોંગ્રેસનો જ રેકોર્ડ તોડી 182 માંથી 156 બેઠકોમાં ઐતિહાસિક વિજય અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news