તલાટીની પરીક્ષા અંગે થઈ મોટી હલચલ, પરીક્ષા કેન્દ્ર અંગે થઈ આ ચર્ચા
Junior Clerk Exam : તલાટીની પરીક્ષાની તૈયારી અંગે વીડિયો કોન્ફરન્સ યોજાઈ...જિલ્લાઓમાં પૂરતા વર્ગખંડ અને કોલેજો ન મળવા મુદ્દે થઈ ચર્ચા.. જિલ્લા કલેક્ટરને ઝડપથી કામ કરી વર્ગખંડ આપવા સૂચના
Trending Photos
Junior Clerk Exam : તલાટીની પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે, તલાટીની પરીક્ષા 30 તારીખે યોજાવાની છે. પરંતુ 30મી એપ્રિલે યોજાનાર તલાટીની પરીક્ષા યોજવી મંડળ માટે મોટો પડકાર બની રહ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળને પરીક્ષા યોજવા માટે શાળાઓ નથી મળી રહી. પરીક્ષા લેવા માટેના પૂરતા કેન્દ્રો નથી. પરીક્ષા લેવા માટે 5700 જેટલા કેન્દ્રોની જરૂર છે, જેમાં અંદાજે 17 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકે. હાલ કેન્દ્રો ખૂટી રહ્યા છે. અમદાવાદના વિધાર્થીઓ પણ ખાસ કોલેજોને અપીલ કરી રહ્યા છે કે જો તમે તમારી સંસ્થાને કેન્દ્ર માટે મજૂરી આપશો તો પરીક્ષા લેવાઈ શકે છે. 2016 ની ભરતી અટકેલી છે. તેથી જો હજુ પણ પરીક્ષા લેવામાં વિલંબ થશે તો મહેનત કરનાર વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટશે. ત્યારે આ પરીક્ષાને લઈને મંડળ દ્વારા હલચલ શરૂ થઈ છે. તો હવે મંડળના પણ પરીક્ષા કેન્દ્ર મળે તેવી આશા જાગી છે.
તલાટી-કમ-મંત્રીની પરીક્ષાની તૈયારી અંગે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગઈકાલે રાજ્યના મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અધ્યક્ષ હસમુખ પટેલ પણ હાજર રહ્યા હતા. જિલ્લાઓમા પુરતા વર્ગ ખંડ અને કોલેજો ન મળવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટરને ઝડપથી આ અંગે કામ કરી વર્ગખંડ આપવા સુચના અપાઈ છે. તો પંચાયત પસંદગી મંડળ બોર્ડ દ્વારા આગામી 30 એપ્રિલના રોજ પરીક્ષા યોજવાની તૈયારી આરંભાઈ છે.
તલાટીની પરીક્ષા માટે વધુ વર્ગ ખંડો મંડળને મળશે તેવી આશા જાગી છે. ગુજરાત એન્જિનિયર કોલેજ એસોસિએશન દ્વારા હસમુખ પટેલને પત્ર લખાયો છે. કોલેજો પાસેથી 100 જેટલી સંસ્થાઓમાં 50000 જૈટલા વિદ્યાથીઓનો સમાવેશ થઈ શકશે.
એન્જીનિયરીંગ અને ડિપ્લોમા કોલેજના એસોસિએશને તલાટીની પરીક્ષા પોતાના સાથે જોડાયેલી 100 કોલેજોમાં યોજવા અપીલ કરી છે. આ 100 કોલેજોમાં 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા પણ છે. મહત્વની વાત તો એ છે કે આ કોલેજોમાં નિયમ અનુસાર સીસીટીવી કેમેરા પણ છે.
આ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તલાટીની પરીક્ષામાં યુનિવર્સિટી કોલેજો આપવા તૈયાર થયું હતું. તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાની કોલેજો સોંપી હતી.
જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિધ્નપણે પાર પડ્યા બાદ હસમુખ પટેલે જણાવ્યુ હતું કે, તલાટી અને જુનિયર ક્લાર્ક બંને પરીક્ષાનું પરિણામ જુનમાં આપીશું. આગામી 3 દિવસમાં મને તલાટીની પરીક્ષા માટે કેન્દ્રો મળશે તો જ તે પરીક્ષા યોજી શકીશું. 3 દિવસમાં કેન્દ્રો નહિ મળે તો અમે પરીક્ષા નહિ લઈ શકીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે