સુરતનો બિલ્ડર ગજબનો દિલદાર, કોરોના સામે લડવા FB પર જાહેરાત કરી દીધી કે...

ગુજરાત કોરોના વાયરસના ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે હજુ કોરોના (Corona) પોઝિટિવ કેસની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે. 

સુરતનો બિલ્ડર ગજબનો દિલદાર, કોરોના સામે લડવા FB પર જાહેરાત કરી દીધી કે...

સુરત : ગુજરાત કોરોના વાયરસના ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે હજુ કોરોના (Corona) પોઝિટિવ કેસની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે. આ સંજોગોમાં સુરતના બિલ્ડરે પણ પોતાની તૈયાર બિલ્ડિંગમાં કોરોનાની હોસ્પિટલ બનાવવાની ઓફર સરકાર સામું મૂકી દીધી છે. લોકો દિલ ખોલીને મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે આ ઘડીમાં બનતી મદદ કરવા આ સુરતના બિલ્ડરનો વીડિયો વાયરલ થયો છે.

હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે જેતપુરની સ્કૂલે પણ ઉદાહરણીય કામ કર્યું છે. જેતપુરની ધવલ સ્કૂલ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સ્કૂલનું બિલ્ડિંગ કોરોનાની સારવાર માટે આપવાની ઓફર કરી છે. સ્કૂલના વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્કૂલના 90 રૂમનો ઉપયોગ હોમ કરોન્ટાઇન માટે કરી શકાશે. આ સિવાય સ્કૂલે 10 વ્યક્તિઓનો સ્ટાફ તેમજ સ્કૂલનું રસોડું સારવાર માટે આપવાની ઓફર કરી છે. 

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ  આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news