ગુજરાતમાં કોરોનાનું ખતરનાક રૂપ ; ત્રણ દિવસમાં બે બાળકોના મોત થયા
Gujarat Covid-19: રાજ્યમાં ફરી કોરોના વકરતા તંત્ર ચિંતિત....કોરોનાનાં કારણે ગઈકાલે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મૃત્યું....આ પહેલા ભરૂચમાં 81 વર્ષના વૃદ્ધ તથા મહેસાણામાં 3 વર્ષના બાળકનું મૃત્યુ....
Trending Photos
Gujarat Corona Death : રાજ્યમાં ફરી એક વાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તો કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ પણ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 143 કેસ અમદાવાદમાં નોંધાયા છે. તો સામે ગુજરાતમાંથી 146 દર્દીઓ સાજા થયા છે અને હાલ ચાર દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં કોરોનાના કારણે 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકના મોત બાદ 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું છે.
બાળકોના માથા પર ફરી એકવાર ઘાત
રાજ્યમાં ફરી એકવાર ગુજરાતમાં ત્રણ દિવસની અંદર બે બાળકોના કોરોનાથી મોતની ઘટના ધ્રૂજાવનારી છે. મહેસાણા બાદ અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું કોરોનાથી મોત થયું છે. આ પહેલા 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકના મોત થયુ હતું. કોરોનાની સાથે મિશ્ર ઋતુના લીધે રોગચાળો પણ સતત વધી રહ્યો છે. વાયરલ ઈન્ફેક્શન અને કોરોનાના લક્ષણો એક સરખા હોવાથી લોકો મુઝવણમાં મુકાઈ રહ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 143 સાથે એક્ટિવ કેસની સંખ્યા 1179ને પાર પહોંચ્યા. કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 142 કેસ નોંધાયા હતા જ્યારે મોરબીમાં 18,સુરતમાં 17, રાજકોટ શહેરમાં 15, વડોદરા શહેરમાં 9, વડોદરા ગ્રામ્યમાં 10, અમરેલીમાં સાત, રાજકોટ ગ્રામ્યમાં સાત, મહેસાણામાં પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય સુરત ગ્રામ્યમાં ચાર, આણંદમાં ત્રણ, ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કુલ છ નવા કેસ, બનાસકાંઠા, કચ્છ અને નવસારીમાં 2-2 નવા કેસ નોંધાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે