Gujarat Assembly Election: વિપુલ ચૌધરી AAP માં જોડાશે! જાણો કઈ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી!
Gujarat Election 2022 : રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે, ચરાડા ગામ ખાતે યોજાનાર અર્બુદા સેનાનું મહા સંમેલનમાં દિલ્હીના સીએમ અને સંયોજક અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ અપાશે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી 15 તારીખે અર્બુદા સેનાનું ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે.
રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે, ચરાડા ગામ ખાતે યોજાનાર અર્બુદા સેનાનું મહા સંમેલનમાં દિલ્હીના સીએમ અને સંયોજક અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ અપાશે. આ મહા સંમેલનમાં અર્બુદા સેના વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે. અર્બુદા સેના આપને સમર્થન આપી શકે છે. એટલું જ નહીં, વિપુલ ચૌધરી AAP માં જોડાઈ શકે છે અને વિસનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
ગોપાલ ઇટાલિયાનું નિવેદન
એટલું જ નહીં, આજે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને જ્યારે અર્બુદા સેના અને વિપુલ ચૌધરી વિશે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેઓએ પશુપાલકો માટે ઘણા સારા કામ કર્યા છે, એટલે સ્વાભાવિક છે કે વિપુલ ચૌધરી જેવા વ્યક્તિને ચૂંટણી લડવા માટે ટિકીટ આપવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પણ અર્બુદા સેના અને વિપુલ ચૌધરીને આમ આદમી પાર્ટીમાં આવકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં લવાયા હતા. વિપુલ ચૌધરીના સમર્થકો કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે