અમદાવાદના લોકો માટે મોટા સમાચાર, આ ચાર રસ્તા 17 દિવસ સુધી અવર-જવર માટે રહેશે બંધ
મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત 30 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એટલે કે 17 દિવસ સુધી જીવરાજ ચાર રસ્તા એટલે કે જીવરાજ ચાર રસ્તાના મધ્યભાગમાં બેરીકેડીંગ કરી જીવરાજ હોસ્પિટલ વેજલપુર ગામ તરફ અવર-જવર માટે રસ્તો બંધ રહેશે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદમાં રહેતા લોકો માટે મોટા સમાચાર છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત 30 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એટલે કે 17 દિવસ સુધી જીવરાજ ચાર રસ્તા એટલે કે જીવરાજ ચાર રસ્તાના મધ્યભાગમાં બેરીકેડીંગ કરી જીવરાજ હોસ્પિટલ વેજલપુર ગામ તરફ અવર-જવર માટે રસ્તો બંધ રહેશે. આ દરમિયાન કોઈપણ વાહન પણ અવર-જવર કરી શકશે નહીં.
શરૂ કરાયો વૈકલ્પિક રૂપ
જીવરાજ હોસ્પિટલ તરફથી આવી જીવરાજ ચાર રસ્તાથી સીધા વેજલપુર ગામ તરફ તથા જમણીબાજુ વળી શ્યામલ ચાર રસ્તા તરફ જતા વાહનોએ આગળના વળાંકથી યુ-ટર્ન લઈ જીવરાજ ચાર રસ્તાથી ડાબી બાજુ વેજલપુર ગામ તરફ તથા જીવરાજ ચાર રસ્તાથી સીધા શ્યામલ ચાર રસ્તા તરફ જવાનું રહેશે.
બીજા વૈકલ્પિક રૂટ તરીકે વેજલપુર ગામ તરફથી જીવરાજ હોસ્પિટલ તરફ તથા એપીએમસી માર્કેટ ચાર રસ્તા તરફ જતા વાહનોએ જીવરાજ ચાર રસ્તા મેટ્રો P73-P73 ના વચ્ચેના ભાગથી સીધા જીવરાજ હોસ્પિટલ તરફ તથા જમણી બાજુ વળી એપીએમસી ચાર રસ્તા તરફ જવાનું રહેશે. આ દરમિયાન ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ 'નો-વ્હીકલ પાર્કિંગ' ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે