ફરી મોટો ઉત્સવ: ગુજરાતના સાળંગપુર ધામમાં બની રહ્યું છે સૌથી મોટું રસોડું! દરરોજ એકસાથે 1 લાખથી વધુ ભક્તો જમશે
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજીત 175 માં શતામૃત મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે તેવું વિશાળ ભોજનાલય તૈયાર કરાયું છે અને ભોજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/બોટાદ: સુપ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બનીને તૈયાર થઈ ગયું છે. ભોજનાલયમાં એક સાથે હજારો લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. પરંતુ હવે દાદાની શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સાળંગપુર શતામૃત મહોત્સવમાં દરરોજ એકસાથે 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે એવું 10 વિઘા જમીનમાં વિશાળ ભોજનાલયને આખરી ઓપ અપાયો છે.
અહીં ભક્તોને દરરોજ મિષ્ઠાન્ન સહિત શાક, રોટલીનું ભોજન કરાવાશે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજીત 175 માં શતામૃત મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે તેવું વિશાળ ભોજનાલય તૈયાર કરાયું છે અને ભોજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
એક લાખ ભક્તો પ્રસાદી લેશે
બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 175 મો શતામૃત મહોત્સવ યોજાનાર છે ત્યારે લાખોની સંખ્યામાં દાદાના ભક્તો દર્શને આવનાર છે. તે દરેક ભક્તોને એકદમ નિશુલ્ક સારામાં સારી ગુણવત્તાવાળું ભોજન મળી રહે એ માટે ભોજનાલય બનાવવામાં આવ્યું છે. 10 વીઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભક્તોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક મહાકાય રસોડાની તૈયારી થઈ ગયું છે. અહીં એક લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટે અલગ-અલગ વિભાગ ઉભા કરાયા છે. જેમાં VIP, VVIP અને જનરલ વિભાગ બનાવાયા છે.
ખાસ મેનુ પીરસવામાં આવશે
રસોડા વિભાગની સેવામાં અને નૂતન ભોજનાલય એમ બંને જગ્યાએ થઈને 10,000થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેનાર છે. મહોત્સવમાં આવતા દર્શનાર્થીઓ માટે રસોડા વિભાગમાં દરરોજ નક્કી કરાયેલા મેનુ મુજબ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ અને છાશ પીરસવામાં આવશે. દર્શનાર્થીઓ માટે રસોડામાં જમવા માટેનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજે 5:00 વાગ્યા થી રાતના 09:00 વાગ્યા સુધી ભોજન ગ્રહણ કરી શકશે.
આખા મહોત્સવમાં 40 લાખ લોકો પ્રસાદી લે તેવી શક્યતા
અંદાજે આખા મહોત્સવ દરમિયાન 40 લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટેની વ્યવસ્થા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા કરવામાં આવી છે .તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે બાબતે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના સુખદેવ સ્વામીએ મીડીયાને વિસ્તૃત માહિતી આપી હતી.
નોંધનીય છે કે, શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી ધામ, જ્યાં દેશવિદેશથી ભક્તો દાદાના દર્શન માટે આવે છે. અહિયા આવતા હરીભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાલ ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા 7 એકરમાં રૂ. 35 થી 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનવાવવામાં આવ્યું છે આ હાઈટેક ભોજનાલાયમાં એક સાથે 5 હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકે છે અને શ્રદ્ધાળુઓને લાઈનમાં પણ ઉભું રહેવું પડતું નથી.
આ ભોજનાલયની વિશેષતા જોઈએ તો....
- અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવે છે.
- મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં ૩૦૦ થી વધુ કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે.
- આ ભોજનાલય 7 વિઘામાં ફેલાયેલું છે.
- ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટ
- ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું.
- ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.
- મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાય છે.
- ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવ્યા છે.
- પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા.
- અહીં ખાસ પ્રકારની કેવિટી વોલ, જેથી ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું. એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે, તોપણ અંદરનું તાપમાન નીચું.
- ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110x278 ફૂટ. તેમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકે છે.
- આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હળે.
- ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ.
- અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ.
- ભોજનાલયનું કિચન 60X100 ફૂટની જગ્યામાં બનાવવામાં આવ્યું છે.
- કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહિ
ખાસ ટેકનોલોજીથી બનશે રસોઈ
આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. જેથી આ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવનાર છે. રસોઈ બનાવવા માટે ઓઈલ બેસ્ડ ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓઈલ બેઝડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઈલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઈલ ખાસ પ્રક્રિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પચીએ ઓઈલ કિચનમાં આવે છે જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઈડ ફરતું રહે છે એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે. જેમાં કોઈ અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે