તહેવારને ધ્યાનમાં રાખી રેલવે તંત્રનો મોટો નિર્ણય : કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ બંધ કરાઈ

Big Decision On Diwali : અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયું છે... સુરત સ્ટેશન પર ભારે ભીડને પગલે બનેલી ઘટના બાદ લેવાયો આ નિર્ણય
 

તહેવારને ધ્યાનમાં રાખી રેલવે તંત્રનો મોટો નિર્ણય : કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ બંધ કરાઈ

Railway Platform Ticket : આ દિવાળી મુસાફરો માટે ટ્રેનથી મુસાફરી કરવુ સરળ બની રહેશે. દિવાળીને ધ્યાનમાં રાખી રેલવે મેનેજમેન્ટ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. સ્ટેશન ઉપર બિનજરૂરી ભીડ ભેગી ન થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે. અનિશ્ચિત સમય સુધી ટિકિટનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી સ્ટેશન ઉપર ભીડની સ્થિતિ જોવા મળશે ત્યાં સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ રાખવામાં આવશે. તહેવારના કારણે સ્ટેશન ઉપર વ્યવસ્થાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. મુસાફરો નોંધ લે કે, માત્ર અમદાવાદના કાલુપુર સ્ટેશન ઉપર જ પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે. ગુજરાતના બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી પડશે.

ગત રોજ સુરત સ્ટેશન પર ભારે ભીડને પગલે અનેક લોકોના શ્વાસ રુંધાયા હતા. તેમજ એક મુસાફરનું મોત નિપજ્યુ હતું. ત્યારે આ  ઘટના બાદ રેલવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. આખરે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે, દિવાળીના વેકેશનમાં વતન તરફ જતા લોકોનો પ્રવાહ અચાનક વધી જાય છે, જેઓ રોજગારી માટે ગુજરાતમાં આવેલા હોય છે. આવામાં રેલવે સ્ટેશન પર ભીડ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે. ત્યારે આ વર્ષે રેલવે તંત્ર મોડે મોડે પણ જાગ્યું છે. ધક્કામુક્કી ન થાય તે માટે ઈન અને આઉટની વ્યવસ્થા કરાઈ છે. ટ્રેનના જનરલ ડબ્બામાં જતા લોકો માટે લાઈનની વ્યવસ્થા કરાઈ છે. 

આરપીએફના જવાનો દ્વારા વિવિધ ટીમો પાડીને મુસાફરો માટે ધક્કામુક્કી ન થાય તે માટે લાઈન પાડવામાં આવી છે. મહિલા અને પુરુષ બંનેની લાઈન અલગ અલગ રાખવામાં આવી છે. તેમજ તેઓની બેસવાની વ્યવસ્થા પણ અલગ અલગ કરાઈ છે. 

રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે અમદાવાદ રેલવે તંત્ર દ્વારા રવિવારે બપોર બાદ પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ બંધ કારયુ હતું. જેથી મુસાફરોને છોડવા આવનાર સંબંધીઓને સ્ટેશનની બહાર જ છોડીને જવાની ફરજ પડી હતી. 

ઉલ્લેખનીય છે કે, હાલ દિવાળી હોઈ બિહાર અને યુપી તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડનો માહોલ છે. તેમજ રેલવે તંત્ર દ્વારા પણ ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news