BIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવ

વર્ષ 2005 પહેલાં સરકારી નોકરીમાં લાગેલા કર્મચારીઓને OPSનો લાભ આપવાનો ઠરાવ ગુજરાત સરકારે પાસ કર્યો છે. 60 હજારથી વધારે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની સરકારે જાહેરાત કરી હતી.

BIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવ

Old Pension Scheme In Gujarat: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2005 પહેલાં સરકારી નોકરીમાં લાગેલા કર્મચારીઓને OPSનો લાભ આપવાનો ઠરાવ ગુજરાત સરકારે પાસ કર્યો છે. 60 હજારથી વધારે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની સરકારે જાહેરાત કરી હતી. 

No description available.

No description available.

જૂની પેંશન યોજનાને લઈ અંતે નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના જાહેર કરવામાં આવી છે. 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ રહેશે તેવો નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો.

ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે 60 હજારથી વધારે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ઠરાવ પાસ કરી દેવાતા વર્ષ 2005 પહેલાના સરકારી કર્મચારીઓમાં ખુશી ફેલાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news