યુવા મહિલા પોલીસ અધિકારીને સાથી અધિકારીએ કહ્યું, મારે તમારા તમામ અંગોની તપાસ કરવી પડશે અને...

શહેરની એક મહિલા PSI જ બળાત્કારનો ભોગ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલા પોલીસ અધિકારી પર તેના જ સાથી પૂર્વ કર્મચારી દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ભાવનગર શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એક મહિલા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઇ દ્વારા જ તેના પર વારંવાર લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. 
યુવા મહિલા પોલીસ અધિકારીને સાથી અધિકારીએ કહ્યું, મારે તમારા તમામ અંગોની તપાસ કરવી પડશે અને...

નવનીત દલવાડી/ભાવનગર : શહેરની એક મહિલા PSI જ બળાત્કારનો ભોગ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલા પોલીસ અધિકારી પર તેના જ સાથી પૂર્વ કર્મચારી દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ભાવનગર શહેરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એક મહિલા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઇ દ્વારા જ તેના પર વારંવાર લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. 

મહિલા પીએસઆઇની ફરિયાદના પગલે ભાવનગર પોલીસ દ્વારા તત્કાલ ભુજના પીએસઆઇને ઝડપી લેવામાં આવ્યો છે. આ પીએસઆઇ દ્વારા ન માત્ર મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો પરંતુ મહિલા પીએસઆઇ પાસેથી 3 લાખ રૂપિયા રોકડ અને દાગીના પડાવી બ્લેક મેઇલિંગ કરતો હતો. મહિલા પી.એસ.આઇ દ્વારા ભુજના પીએસઆઇ પર દુષ્કર્મ સાથે રોકડ રકમ લીધી હોવાંની બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા જ ભાવનગર પોલીસ હરકતમાં આવી હતી. 

ભાવનગર પોલીસ દ્વારા દુષ્કર્મ ગુજારનાર ભુજના પી.એસ.આઇ રાકેશ કટારાને ભુજથી ભાવનગર પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ ચલાવી રહી હતી. જેમાં પોલીસે બે દિવસના રિમાન્ડ મંજૂર મેળવી સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે. આ પીએસઆઇ દ્વારા અન્ય કોઇને પણ શિકાર બનાવાયા છે કે કેમ તે અંગે તપાસ ચલાવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news