Bhiloda Gujarat Chutani Result 2022: કોંગ્રેસનો અભેદ કિલ્લો ગણાતી ભિલોડા બેઠક પર આ વખતે કેવી રહેશે રાજકીય સ્થિતિ?

Bhiloda Gujarat Chunav Result 2022: આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર સત્તા પરિવર્તન થાય તેવી શક્યતા છે. કેવલ જોશિયારા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. આવનાર વિધાનસભા ચુંટણીમાં આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે, જેના પર સૌ કોઈની નજર રહેશે.

Bhiloda Gujarat Chutani Result 2022: કોંગ્રેસનો અભેદ કિલ્લો ગણાતી ભિલોડા બેઠક પર આ વખતે કેવી રહેશે રાજકીય સ્થિતિ?

 

Bhiloda Gujarat Chutani Result 2022: ભાજપ સતત 6 ચૂંટણીથી સત્તા હાંસલ કરી રહી છે, તેમ છતાં કેટલીક બેઠકો એવી છે જ્યાં આજ દિન સુધી ભાજપ પોતાનું કમળ ખિલાવી શકી નથી અને આજે પણ ત્યાં કોંગ્રેસનો જ પરચમ લહેરાય છે. આવી જ એક બેઠક એટલા ભિલોડા બેઠક જ્યાં કોંગ્રેસ ઘર જમાવીને બેઠી છે. 

ભિલોડા વિધાનસભા બેઠક (અરવલ્લી)
અરવલ્લીની ત્રણ બેઠકો પૈકીની ભીલોડા વિધાનસભા બેઠક જિલ્લમાં સૌથી વધુ મતદાતાઓ ધરાવે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકો વસે છે. ગુજરાતની અને રાજસ્થાનની સરહદ પર આવેલ આ પંથકમાં છેલ્લા પાંચ ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પરિસ્થિતિ કંઈક જુદી જ હશે. કેમ કે છેલ્લા પાંચ ટર્મથી ચૂંટાતા આવેલા ધારાસાભ્ય ડૉ. અનિલ જોષીયારાનું નિધન થઇ ચૂક્યું છે.

2022ની ચૂંટણી
2022 વિધાનસભા ચુંટણીમાં હવે અહીં ખરાખરીનો જંગ થશે  ભાજપે પી. સી. બરંડા તો કોંગ્રેસે રાજુ પારઘી અને આપે રાજુ પારઘીને મેદાને ઉતાર્યા છે..

રૂપસિંહ ભગોડા તરફથી અનિલ જોશિયારાના પુત્રને ટિકિટ આપવામાં આવશે, તો કોંગ્રેસ માટે કપરા ચઢાણ હશે. કેમ કે, વર્ષોથી જે બેઠક અનિલ જોશિયારાના નામે રહી છે,

2017ની ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં તેમણે ભાજપના પી.સી બરંડાને 12417 મતોથી હરાવ્યા હતા. 1995માં અનિલ જોષીયારાએ ભાજપમાંથી ચૂંટણી લડીને કોંગ્રસના ઉમેદવાર ઉપેન્દ્ર ત્રિવેદીને હરાવ્યા હતા.

2012ની ચૂંટણી
2012માં ભાજપના નીલાબેન મોડીયા સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની 31,543 મતોથી જીત થઇ હતી.
નીલાબેન મોડીયાને 64,256 અને અનિલ જોષીયારાને 95799 મતો મળ્યા હતાં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news