ભાવનગરના હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલનો વેચતા બે પંપ ઝડપાયા

ભાવનગર શહેર નજીકના નારી ચોકડીથી નારી ગામ જવાના હાઇવે પર આવેલા પંપ પર ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતા બે પંપ ઝડપાયા છે. ભાવનગર પુરવઠા વિભાગે મોડી રાત્રે રેડ પાડી હતી. જેમાં પુરવઠા વિભાગની રેડ દરમ્યાન પંપના સ્ટોરેજ અને ટેન્કરમાંથી 32.50 લાખની કિંમતનો 50 હજાર લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.
ભાવનગરના હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલનો વેચતા બે પંપ ઝડપાયા

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર શહેર નજીકના નારી ચોકડીથી નારી ગામ જવાના હાઇવે પર આવેલા પંપ પર ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતા બે પંપ ઝડપાયા છે. ભાવનગર પુરવઠા વિભાગે મોડી રાત્રે રેડ પાડી હતી. જેમાં પુરવઠા વિભાગની રેડ દરમ્યાન પંપના સ્ટોરેજ અને ટેન્કરમાંથી 32.50 લાખની કિંમતનો 50 હજાર લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

નારી રોડ પર થઈ રહ્યું હતું બાયોડીઝલનું વેચાણ

ભાવનગર અમદાવાદ હાઇવે પર નારી અને વરતેજ ગામ વચ્ચે બાયોડીઝલના પંપ બનાવી ગેરકાયદે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાયોડીઝલ ઓછી કિંમતમાં  પડતું હોવાથી મોટા વાહન ચાલકો બાયોડીઝલ પૂરાવવાનો આગ્રહ રાખતા હોય છે. જેથી બાયોડીઝલના બે પંપ ઉપર તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

બાતમીના આધારે પુરવઠા વિભાગે રેડ કરી હતી

ભાવનગરના પુરવઠા વિભાગને ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેથી પૂર્વ બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકા કોરિયા, સિટી મામલતદાર ધવલ રવિયા અને ટીમ દ્વારા શહેર નજીક ચાલતા બાયોડીઝલના બે પંપ ઉપર દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન ગેરકાયદે વેચાણ કરવામાં આવતો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો હતો.

50 હજાર લિટર બાયોડીઝલ નો જથ્થો ઝડપાયો

જિલ્લા પુરવઠા વિભાગની રેડ દરમ્યાન બે પંપના સ્ટોરેજ અને ટેન્કરમાંથી બાયોડીઝલનો રૂપિયા 32.50 લાખની કિંમતનો ગેરકાયદેસર 50 હજાર લીટર જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગે તમામ જથ્થો સીઝ કરી પંપ માલિક રજનીશ ચાડ અને યુવરાસિંહ જાડેજા સામે પુરવઠા અધિનિયમ ભંગ હેઠળ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news